બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વોટના બદલામાં નોટ! ભાજપે ચૂંટણી જીતવા રૂપિયાની ઓફર કરતો વીડિયો વાયરલ

મહેસાણા / વોટના બદલામાં નોટ! ભાજપે ચૂંટણી જીતવા રૂપિયાની ઓફર કરતો વીડિયો વાયરલ

Last Updated: 08:15 PM, 15 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના વડનગરમાં વોર્ડ નં- 7માં ભાજપના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ નાણાંની ઓફર કરતો વીડિયો વાયરલ થયો છે. વાઘેલા વાસમાં જગા વાઘેલાની આગેવાનીમાં નાણા અપાયા હોવાનો આક્ષેપ પણ કરાયો

આવતીકાલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે. રાજકીય પક્ષોનો પ્રચાર પણ બંધ થઈ ગયો છે. તો બીજી તરફ મહેસાણાના વડનગરમાં ભાજપે ચૂંટણી જીતવા નાણાની ઓફર કરતો વીડિયો વાયરલ થયો છે.

ભાજપની ચૂંટણી જીતવા નાણાની ઓફર !

મહેસાણાના વડનગરમાં વોર્ડ નં- 7માં ભાજપના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ નાણાંની ઓફર કરતો વીડિયો વાયરલ થયો છે. વાઘેલા વાસમાં જગા વાઘેલાની આગેવાનીમાં નાણા અપાયા હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જો એક પણ વોટ બહાર ગયો તો નાણા પરત આપવાની પણ વાત કરાઈ છે. ભાજપની પેનલને જીતાડવા નાણા અપાયા હોવાનો આક્ષેપ સાથે રાજકારણ ગરમાયો છે. જે વીડિયોમાં કહે છે કે, 'જો એક પણ વોટ અપક્ષમાં ગયુ અથવા વોટિંગ ખરીદાઈ ગયુ તેવુ સાબિત થશે તો પૈસા રિટર્ન આપી દેવામાં આવશે'

મહાનગરપાલિકાની 8 બેઠકો બિનહરીફ

જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 7ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જયારે ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે.

આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ પર દોસ્તી કરવી ભારે પડી! ધોરણ 9માં અભ્યાસ કરતી બે સગીરા સાથે દુષ્કર્મ

નગરપાલિકાની 167 બેઠક બિનહરીફ જાહેર

66 નગરપાલિકાના 461 વોર્ડમાંથી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે. જયારે નગરપાલિકાની 1,844 બેઠકોમાંથી 167 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. એટલે કુલ 1,677 બેઠકો પર ચૂંટણી થશે. સાથે જ પાલિકાની ચૂંટણી માટે કુલ 4,374 ઉમેદવારો મેદાને છે. નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી રવિવારે મતદાન થવાનું છે. ત્યારે માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ચૂંટણી માટે કુલ 7,036 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1,261 ઉમેદવારી પત્ર અમાન્ય જાહેર થયા. તો 5,775 ઉમેદવારી પત્ર માન્ય થયા. સાથે જ કુલ 213 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 5,084 ઉમેદવારો મેદાનમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadnagar Elections 2025 Vadnagar Municipal Elections Local Government Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ