મહેસાણા: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે પીધી ઝેરી દવા

By : vishal 05:59 PM, 16 May 2018 | Updated : 05:59 PM, 16 May 2018
મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની ઘટના સામે આવી છે. દિનેશ સોલંકી નામના યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.

મળતી માહિતી મુજબ મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી દિનેશ સોલંકીએ દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજયું હતું. સમગ્ર ઘટના વિશે જણાવીયે તો, દિનેશ સોલંકીએ વ્યાજે લીધેલા નાણા ન ચૂકવતા તેની પાસે વ્યાજખોરો વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હતા જેથી કંટાળીને  દિનેશે દવા પીધી હતી.

મળતી માહિતી મૂજબ, આ અગાઉ પણ વ્યાજખોરોએ દિનેશ સોલંકીની મારઝૂડ કરી હતી. આ ઘટનાના પગલે ઉંઝા પોલીસે સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  Recent Story

Popular Story