બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana student created a stress measurement software
vtvAdmin
Last Updated: 09:33 PM, 2 May 2019
આજની ભાગદોડવાળી યંત્રવત જિંદગીમાં તણાવ સતત આપણો પીછો કરતો હોય છે અને આ જ તણાવને કારણે અને વ્યક્તિઓ આળે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આ કડવી વાસ્તવિકતામાંથી પ્રેરણા લઈને મહેસાણાની ગણપત યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થીએ આશીર્વાદરૂપ એક સોફ્ટવેર વિકસિત કર્યું છે. જશ દિયોરા નામનાં આ વિદ્યાર્થીએ સ્ટ્રેસ રેકોગ્નાઈઝ કરતું સોફટવેર વિકસાવ્યું છે.
ADVERTISEMENT
જેમાં મોબાઈલ અને લેપટોપમાં રહેલા કેમેરામાં દેખાતા ચહેરા ઉપર પોઈન્ટ દેખાય છે. મોબાઈલ અને લેપટોપ કેમેરામાં ચહેરા ઉપર દેખાતા પોઈન્ટ આધારે કામનું ભારણ કેટલું છે અને એ કર્મચારીમાં સ્ટ્રેસનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય છે. જશ દિયોરા નામનાં વિદ્યાર્થીએ બ્રિટન, જાપાન, બ્રાઝીલનાં વિદ્યાર્થીઓ સાથે મળી જાપાનમાં યોજાયેલ એમઆઈટી બુટકેમ્પ કોમ્પીટીશનમાં સ્ટ્રેસ સોફ્ટવેરનો પ્રોજેક્ટ રજુ કર્યો હતો. આ પ્રોજેક્ટ સિલેક્ટ થઈ જતાં યનિવર્સિટીમાં સહુ કોઈ પોતાનાં વિદ્યાર્થીની આ સિદ્ધિ પર ગૌરવ અનુભવી રહ્યાં છે.
ADVERTISEMENT
જાપાન જેવા અતિ વ્યસ્ત માનવામાં આવતા દેશમાં નોકરી-ધંધો કરતા માણસો હંમેશા તણાવમાં ડૂબેલા રહે છે અને આ કારણે જાપાનમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. તો વળી તણાવનાં કારણે થતાં વિવિધ રોગોનું પ્રમાણ પણ જાપાન જેવા દેશોમાં વધવા લાગ્યું છે. ભારતમાં માણસ જયારે બહુ ગંભીર મુદ્રામાં હોય ત્યારે તેનાં સગા કોઇ મિત્રો અનુભવથી કહી શકતા હોય છે કે સામેની વ્યક્તિ બહુ ચિંતામાં લાગે છે અને સાંત્વના પણ આપતા જોવા મળે છે.
પરંતુ જાપાન, અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ જેવા અતિવિકસિત દેશોમાં માણસનું જીવન મશીન જેવું બની ગયું છે. તેઓ હંમેશા કામનાં ભારણમાં દબાયેલા જોવાં મળતા હોય છે. આ કારણ તેમની માનસિક કે શારીરિક સ્થિતિ જણાવી ગણી મુશ્કેલ બની રહી છે. આ સંજોગોમાં મહેસાણાની ગણપત યુનિવર્સીટીનાં વિદ્યાર્થી જશ દિયોરાએ જાપાનમાં યુવતીએ કરેલી આત્મહત્યાથી હલબલી ઉઠતા આ સંશોધન કર્યું છે. આ નવીન સંશોધનમાં તેણે કીપ-અપ નામનું સોફ્ટવેર અને એપ્લિકેશન વિકસાવ્યાં છે જે તણાવ યુક્ત કોઈ પણ માણસ કે કર્મચારીને તેનાં મોબાઈલ કે લેપટોપનાં કેમેરામાં સ્ટ્રેસનું પ્રમાણ દર્શાવી આપે છે.
એન્જીનીયરીંગ ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વિધાર્થી દ્વારા કીપ-અપ સ્ટ્રેસ સોફ્ટવેરનું સંશોધન હજુ વધુ વિકસાવવામાં આવી રહ્યું છે અને જાપાન ખાતે સ્ટ્રેસ સોફ્ટવેરના પ્રેઝન્ટેશન સાથે જ ઇન્વેસ્ટર પણ મળી ગયા છે. તણાવયુક્ત માનવીય જીવનમાં અતિ ઉપયોગી બની રહેવાની સંભાવના સાથે સ્ટ્રેસ સોફ્ટવેર ઉપર વિદેશી વિદ્યાર્થી સાથે સંશોધન સફળ બનાવવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. આ સ્ટ્રેસ સોફ્ટવેર દ્વારા તણાવનું પ્રમાણ જાણી યોગ્ય તબીબી સારવાર પણ આપી શકવાની શક્યતાઓ વધી ગઈ છે.
મહેસાણા સ્થિત ગણપત યુનીવર્સીટીમાં મેકાટ્રોનિકસ એન્જીનીયરીંગ વિભાગમાં અભ્યાસ કરતા જશ દિયોરા નામનાં વિદ્યાર્થીએ અનોખું સોફ્ટવેર વિકસાવ્યું છે. હાડમારી ભર્યા માનવીય જીવનમાં તણાવ એટલે કે સ્ટ્રેસનું પ્રમાણ વધુ ઘેરું બનતું જાય છે અને આ કારણે માણસ રૂપી મશીન બનતા માણસો વધુને વધુ તણાવ અને સ્ટ્રેસનો સામનો કરી રહ્યાં છે. તણાવ યુક્ત જીવનનાં કારણે માણસ અણધાર્યું અને અઘટિત પગલું ભરી જીવનને આખરી અંજામ આપી દે છે. આ બાબતને ધ્યાનમાં રાખી મેકાટ્રોનિકસ એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીએ સ્ટ્રેસ સોફ્ટવેરનું સંશોધન કર્યું છે.
ભારતમાં માણસ જયારે બહુ ગંભીર મુદ્રામાં હોય ત્યારે તેનાં સાથી લોકો પોતાની આંખોનાં અનુભવથી કહેતા હોય છે કે બહુ ચિંતામાં લાગે છે અને સાંત્વના પણ આપતા જોવાં મળે છે. પરંતુ જાપાન, અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ જેવાં અતિવિકસિત દેશોમાં માણસ જીવન મશીન જેવું બની ગયું છે અને હંમેશા કામનાં ભારણમાં દબાયેલા જોવાં મળતા હોય છે. આ કારણે આ દેશનાં લોકો હંમેશા સ્ટ્રેસ રૂપી તણાવમાં ડૂબેલા જોવાં મળતા હોય છે અને તેમ છતાં તેમની માનસિક કે શારીરિક સ્થિતિ જણાવી ગણી મુશ્કેલ બની રહી છે. આ સંજોગોમાં મહેસાણા ગણપત યુનિવર્સીટીનાં વિદ્યાર્થી જશ દિયોરાએ જાપાનમાં યુવતીએ કરેલી આત્મહત્યાનાં પગલે સંશોધન કર્યું છે. આ નવીન સંશોધનમાં કીપ-અપ નામનું સોફ્ટવેર અને એપ્લીકેશન વિકસાવ્યાં છે જે તણાવ યુક્ત કોઈ પણ માણસ કે કર્મચારીને તેનાં મોબાઈલ કે લેપટોપનાં કેમેરામાં સ્ટ્રેસનું પ્રમાણ દર્શાવે છે.
જશ દિયોરા નામનાં વિદ્યાર્થી એ બ્રિટન, જાપાન, બ્રાઝીલનાં વિદ્યાર્થીઓ સાથે મળી જાપાનમાં યોજાયેલ એમઆઈટી બુટકેમ્પ કોમ્પીટીશનમાં સ્ટ્રેસ સોફ્ટવેરનો પ્રોજેક્ટ રજુ કર્યો હતો. કામનાં ભારણનાં કારણે વર્કલોડ સ્ટ્રેસ રેકોગ્નાઈઝ કરતું સોફટવેર બનાવ્યું છે. જે મોબાઈલ અને લેપટોપમાં રહેલા કેમેરામાં દેખાતા ચહેરા ઉપર પોઈન્ટ દેખાય છે. મોબાઈલ અને લેપટોપ કેમેરામાં ચહેરા ઉપર દેખાતા પોઈન્ટ આધારે કામનું ભારણ કેટલું છે અને એ કર્મચારીમાં સ્ટ્રેસનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય છે.
જાપાન જેવાં અતિ વ્યસ્ત માનવામાં આવતા દેશમાં નોકરી-ધંધો કરતા માણસો હંમેશા તણાવમાં ડૂબેલાં રહે છે અને આ કારણે જાપાનમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તો વળી તણાવનાં કારણે થતાં વિવિધ રોગોનું પ્રમાણમાં જાપાન જેવાં દેશોમાં વધવા લાગ્યું છે. આ સંજોગોમાં મહેસાણા ગણપત યુનીવર્સીટીનાં વિદ્યાર્થી દ્વારા સ્ટ્રેસ માટે શોધાયેલ કીપ-અપ સોફ્ટવેર ખુબ જ ઉપયોગી માનવામાં આવી રહ્યું છે.
એન્જીનીયરીંગ ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વિધાર્થી દ્વારા કીપ-અપ સ્ટ્રેસ સોફ્ટવેરનું સંશોધન હજુ વધુ વિકસાવવામાં આવી રહ્યું છે અને જાપાન ખાતે સ્ટ્રેસ સોફ્ટવેરનાં પ્રેઝન્ટેશન સાથે જ ઇન્વેસ્ટર પણ મળી ગયાં છે. તણાવ યુક્ત માનવીય જીવનમાં અતિ ઉપયોગી બની રહેવાની સંભાવના સાથે સ્ટ્રેસ સોફ્ટવેર ઉપર વિદેશી વિદ્યાર્થી સાથે સંશોધન સફળ બનાવવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. આ સંજોગોમાં કામનાં ભારણથી માણસ મશીન સ્વરૂપે બની ગયો છે ત્યારે આ સ્ટ્રેસ સોફ્ટવેર તણાવ ઉપરથી તણાવનું પ્રમાણ જાણી તબીબી સારવાર પણ આપી શકવાની શક્યતાઓ વધી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.