બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana sessions court severely punished the rapist
Vishnu
Last Updated: 09:58 PM, 16 September 2022
ADVERTISEMENT
ગુજરાતમાં દુષ્કર્મ કેસમાં એક બાદ એક આરોપીને કોર્ટ કડક સજા ફટકારી રહી છે. દાનવોને આજીવન કેદ અથવા તો ફાંસી સુધીની પણ સજા પણ અપાઈ રહી છે. ત્યારે મહેસાણા સેશન્સ કોર્ટ પણ દુષ્કર્મ કેસમાં આકરૂ વલણ અપનાવ્યું છે. ફરિયાદીના બળાત્કારી કાકાને કોર્ટે કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજાના આદેશ આપ્યા છે. કેસની વિગત પ્રમાણે 2 વર્ષ અગાઉની ઘટનામાં પીડિતાના સગા કાકાએ પાલક માતા-પિતા વિનાની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી કાકા રાજુ ચૌહાણને મૃત્યુ સુધી કેદની સજા ફટકારતાં પીડિતાને ન્યાય મળ્યો છે.
અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ કેસ 15 વર્ષની સખ્ત કેદની સજા
તો આજના દિવસે અન્ય એક સુનાવણીમાં મહેસાણા એડિશનલ સેશન્સ કોર્ટ પણ કડક ચુકાદો આવ્યો છે. અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને સજા ફટકારી છે. વિક્રમસિંહ ઝાલા નામ ના આરોપીને 15 વર્ષની સખત કેદ અને રૂપિયા 10,000 નો દંડની વસૂલાત કરવા કોર્ટે ફરમાન જાહેર કર્યું છે.
ADVERTISEMENT
27-4-22 : ડીસામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ આચરી ગળું કાપી હત્યા કરનારા નરાધમને ફાંસીની સજા
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂકબધિર કિશોરી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર નીતિન ચૌહાણ નામના આરોપીને ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ડીસા કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા અપાઇ છે. આરોપી સામે પોસ્કો 376, 302 મુજબ નોંધાયો ગુનો હતો. સરકાર તરફથી સી.જી.રાજપૂતની દલીલોના આધારે ફાંસીની સજા આપવામાં આવી છે.
26-4-22 : સુરતમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા
સુરતમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપીની પત્નીને 10 વર્ષની કેદની સજા ફટકારી હતી. 2020માં સગીરાને લગ્નની લાલચ આપી ઉત્તરપ્રદેશ લઈ ગયા હતા. આરોપીએ અલગ-અલગ જગ્યા ઉપર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીની પત્નીએ ગુનામાં સાથ આપ્યો હતો.
21-4-22 : ગોંડલ કોર્ટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને 20 વર્ષની ફટકારી સજા
ગોંડલ કોર્ટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારને 20 વર્ષની સજા ફટકારી છે. 7 વર્ષના બાળક સાથે UPના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. નેપાળી પરિવારનો બાળક હતો. 16 ફેબ્રુઆરી 2021ના રોજ બનાવ બન્યો હતો.
20-4-22 : મહેસાણામાં સામુહિક દુષ્કર્મ મામલે સેશન્સ કોર્ટે 7 આરોપીઓને 20 વર્ષની સજા ફટકારી
મહેસાણામાં સામુહિક દુષ્કર્મ મામલે સેશન્સ કોર્ટે 7 આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. વર્ષ 2018માં પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. અમદાવાદથી રાધનપુર જતી મહિલા પેસેન્જર સાથે રીક્ષા ચાલક અને તેના મિત્રોએ કૃત્ય આચર્યુ હતું.
6-4-22 : ભાવનગર કોર્ટે 3 દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારી
ભાવનગરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભાવનગર કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ભાવનગરના ત્રાપજ ગામ નજીકથી સગીરાનું અપહરણ થયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 24 કલાકમાં જ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.
5-4-22 : ડીસામાં દુષ્કર્મ મામલે દોષિતને 20 વર્ષની સજા ફટકારી
ડીસાની એડી. સેશન્સ કોર્ટે આકરૂ વલણ ડીસામાં દુષ્કર્મ મામલે દોષિત આરોપી પ્રધાનજી ઠાકોરને 20 વર્ષની સજા ફટકારી હતી. 2 વર્ષ અગાઉ સગીરા સાથે કૃત્ય આચર્યુ હતું.
નડિયાદ અને સુરતના દુષ્કર્મીને ફાંસીની સજા
આ અગાઉ 7 વર્ષની દીકરી સાથે આચરેલા દુષ્કર્મ કેસમાં નડિયાદ કોર્ટે પોક્સો કેસના આરોપીને 17-3-22ના રોજ ફાંસીની સજાનું એલાન કર્યું છે. સુરતના પાંડેસરામાં માતા-પુત્રીની હત્યાના કેસ મામલે આજે સુરત કોર્ટે બંન્ને દોષીતોને 7-3-22ના રોજ આકરી સજા કરી છે. દુષ્કર્મ બાદ હત્યાના આરોપી હર્ષ ગુર્જરને ફાંસીની સજા તથા હર્ષ ગુર્જરને મદદ કરનારા મિત્ર હરિઓમને આજીવન કેદની સજા કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.