નીતિન પટેલના ગઢમાં કોંગ્રેસનો પુનઃકબ્જો, મહેસાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી

By : HirenJoshi 12:49 PM, 14 June 2018 | Updated : 12:49 PM, 14 June 2018
મહેસાણાઃ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના ગઢ મહેસાણા નગરપાલિકા પર કોંગ્રેસે પુનઃ કબ્જો કર્યો છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.

આ ચૂંટણીમાં પ્રમુક તરીકે કોંગ્રેસના ધનશ્યામ સોલંકીની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના પુરીબેન પટેલની વરણી કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપપ્રમુખની સવા વર્ષ માટે વરણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા નગરપાલિકાની આગામી અઢી વર્ષની મુદત માટે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ કોઈ ભંગાણ ન સર્જે તે માટે કોંગ્રેસે કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યારે કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોને દીવના એક રિસોર્ટમાં લઇ જવાયા હતા.Recent Story

Popular Story