બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mehsana kadi police station liquor scam action lockdown

મહેસાણા / કડી પોલીસ મથકમાં દારૂકાંડ મામલોઃ પોલીસને કેનાલમાંથી વધુ 309 બોટલ મળી આવી

Divyesh

Last Updated: 10:17 AM, 28 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કોરોનાને લઇને જાહેર કરાયેલાં લોકડાઉન વચ્ચે રાજ્યના મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનનો દારૂકાંડ પીછો છોડી રહ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. જેને લઇને પોલીસે આદુંદરા ગામ પાસેની કેનાલમાંથી વધુ 309 બોટલનો જથ્થો રિકવર કર્યો છે. આમ જ્યાં દારૂકાંડના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે અત્યારસુધીની પોલીસ કાર્યવાહીમાં કેનાલમાં ત્રણ જગ્યાએથી દારૂ મળી આવ્યો છે.

  • મહેસાણાના કડીમાં પોલીસ મથકમાં દારૂકાંડનો મામલો
  • પોલીસે વધુ 309 દારૂની બોટલનો જથ્થો રિકવર કર્યો
  • આદુંદરા ગામ પાસેની કેનાલમાંથી મળી આવ્યો દારૂ

ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડીમાં પોલીસ સ્ટેશનના દારૂકાંડ મામલે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસે વધુ 309 દારૂની બોટલનો જથ્થો રિકવર કર્યો છે. જિલ્લાના આદુંદરા ગામ પાસેની કેનાલમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કેનાલમાં ત્રણ જગ્યાએથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. અન્ય એજન્સીની રેડથી બચવા દારૂ કેનાલમાં નખાયો હોવાનું સામે આવ્યુ હતું. આ મામલે કડીના PI, 2 PSI સહિત 9 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જોકે હજુ સુધી તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

રાજ્યના મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાંથી કારસ્તાન સામે આવ્યું હતું. જેમાં પોલીસ સ્ટેશનમાં પડેલ દારૂ સગેવગે કરવાને લઇને પોલીસ પર આરોપ લગાવામાં આવ્યો હતો. જેમાં પોલીસ સ્ટેશન પાછળ રહેતા કોન્સ્ટેબલના ઘરમાં છૂપાવ્યો હોવાનો ભાંડો ફૂટતા દારૂનો જથ્થો કડી કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જેને લઇને કેનાલમાંથી પ્રાથમિક તપાસ દરમિયાન 100 બોટલ મળી આવતાં કડી પોલીસ સ્ટેશનમાં આ મામલે 9 સામે ફરિયાદ કરવામાં આવી છે.

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પોલીસ દ્વારા જ દારૂ સગવગે કરવાનું પ્રકાશમાં આવતાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડી દોડી ગયા હતા. જેને લઇને મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં દારૂકાંડ મામલે 7 પોલીસકર્મી અને 2 હોમગાર્ડ સામે ફરિયાદ થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kadi Police Station liquor mehsana કડી કાર્યવાહી દારૂ મહેસાણા લોકડાઉન Kadi Police Station
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ