ભાંડો ફૂટ્યો / અધિકારીઓએ રેડ પાડી તો કડી પોલીસે દારૂ નાંખી દીધો કેનાલમાં, આ ખાસ ટૅકનિકથી શોધી કઢાયો

Mehsana kadi police sold liquor narmada canal lockdown gujarat

રાજ્યમાં એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ વચ્ચે મહેસાણાની કડી પોલીસ સ્ટેશનનું કારસ્તાન સામે આવ્યું છે. લૉકડાઉન દરમિયાન કડી પોલીસ સ્ટેશનના ગોડાઉનમાં 7 જપ્ત કરેલા વિદેશી દારૂના કન્ટેનર પડેલા હતા. જેમાંથી 100 પેટી જેટલો દારૂ સગેવગે કરી દેવામાં આવ્યો હતો. આ દારૂને પોલીસ સ્ટેશન પાછળ રહેતા કોન્સ્ટેબલના ઘરમાં છૂપાવ્યો હોવાનો ભાંડો ફૂટતા દારૂનો જથ્થો કડી કેનાલમાં ફેંકી દેવાનો હોવાની શક્યતા સેવાઇ રહી હતી. ત્યારે હવે આ શક્યતા સાચી પડી છે, નર્મદા કેનાલમાંથી 100 બોટલ દારૂ મળી આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ