બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મર્યા બાદ પણ જુઓ કેવી મગજમારી! કડીમાં કાંસના પ્રદૂષિત પાણીમાંથી નીકળી અંતિમયાત્રા, વીડિયો દુખદ
Last Updated: 11:12 PM, 5 December 2024
રાજ્યમાં વિકાસની વાતો તો મોટી મોટી સાંભળી હશે પરંતુ હજુએ અનેક વિસ્તારો વિકાસ શબ્દથી વંચિત છે. જ્યાંની વાસ્તવિકતા સાંભળશો ત્યારે તમે પણ કહેશો કે, મોટી વાતો ફક્ત ચૂંટણી સમય નેતાઓના મોટી જ સાચી લાગે પરંતુ સાચી પરિસ્થિતિ કઈક અલગ છે. મહેસાણા જિલ્લામાં કડીના દુધઈ ગામે કાંસના પ્રદૂષિત પાણીમાંથી અંતિમયાત્રા પસાર કરતાનો વીડિયો સામે આવ્યો છે, જ્યાં લોકો રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે વલખા મારી રહ્યાં છે.
ADVERTISEMENT
પ્રદૂષિત પાણીની વચોવચથી અંતિમયાત્રા લઈ જવા લોકો મજબુર
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘૂંટણસમા પ્રદૂષિત પાણીની વચોવચથી અંતિમયાત્રા લઈ જવા લોકો મજબુર બન્યા છે. સ્મશાનમાં જવા માટે કાંસના પ્રદુષિત પાણીમાંથી પસાર થવું પડે છે. લોકોએ કડી મામલતદારને આવેદન આપી નાળું બનાવવાની માંગ પણ કરી છે. જો કે, નિત્રાધિન તંત્ર અને મોટી વાતો કરતા નેતાઓની આંખો આ વીડિયો જોઈને ખુલે તો આ લોકો પણ વિકાસ શબ્દનો પરિચય સમજી શકે.
આ પણ વાંચો: શું સરકારની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠ્યું? સાંસદ શક્તિસિંહેના આરોપથી રાજનીતિમાં ભડકો
પ્રદૂષિત પાણી ઉપર નાળું બનાવવાની માંગ
આઝાદીનાં આટ આટલા વર્ષે બાદ પણ આવી પરિસ્થિતિ જોવા મળે છે તે એક દુખદાયક વાત કહી શકાય. ક્યાંક ને કયાંક સરકારની નિષ્ક્રીયતાઓ પણ છતી થઈ રહી છે. જો કે વિકાસની વાત માટે જાણીતી ગુજરાત સરકાર દુધઈમાં ઉદાસીનતા દાખવી રહી હોય તેવું ચોક્કસપણ કહી શકાય. જો કે, ગ્રામજનોએ પ્રદૂષિત પાણી ઉપર નાળું બનાવવાની માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.