ભ્રષ્ટાચારનો વિકાસ / લો બોલો! મહેસાણા બાયપાસ હાઈવે ઉપર આખો બ્રિજ બેન્ડ થઈ ગયો, સરકારી કર્મચારીઓનું ભેદી મૌન

Mehsana highway bridge band officers can not any stand on it

સરકાર કરોડોના કરવેરાની આવકના અંદાજા લગાવે છે અને વસૂલે છે. ટ્રાફિક, રોડ રસ્તાના મોં માંગ્યા ટેક્સ લે છે પણ રોડની ગુણવત્તા અને સર્વિસની વાત આવે તો સરકારી અધિકારીઓ અને મંત્રીઓને આ રોડ-રસ્તાના ટેન્ડરથી મળતી મલાઈમાં જ રસ હોય તેવો ઘાટ ગુજરાતમાં ઘડાયો છે. કેટલાય બ્રિજ, રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે એટલું જ નહીં પરંતુ મહેસાણા બાયપાસ પર એક આખો બ્રિજ બેન્ડ થઈ ગયો છે. કરોડોને ખર્ચે બનાવેલો બ્રિજ કેમ બેન્ડ થયો આ મુદ્દે મલાઈ ખાધેલા અધિકારીઓ અને તંત્ર ભેદી મૌન સેવી લીધુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ