VIDEO: સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમની ઉજવણીમાં મહિલાની તબિયત લથડતા દવાખાને ખસેડાઇ

By : kavan 05:38 PM, 10 March 2018 | Updated : 05:38 PM, 10 March 2018
મહેસાણામાં મહિલાદિનની ઉજવણીમાં એક મહિલાની તબિયત લથડી હતી. એ.સી.ચાલુ કરતા કેટલીક મહિલાઓએ ઉધરસની ફરિયાદ કરી હતી. જો કે નવા એ.સી.ને લઇ મહિલાઓને ઉધરસ ચાલુ થઇ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતુ.

જો કે એક મહિલાની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાને રીક્ષામાં બેસાડી સારવાર માટે ખસેડવામાં આવી હતી. કલેકટરએ આ બાબતે સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે ત્યારે સમગ્ર રાજ્યમાં નારી શક્તિ વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે મહેસાણાના ટાઉન હોલ ખાતે નારી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક મહિલાની આચાનક તબિયત લથડતા તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 



Recent Story

Popular Story