બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / mehsana bhandu highway ertiga car Tyre one death
vtvAdmin
Last Updated: 12:56 PM, 17 May 2019
અમદાવાદના ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતા રાજકૃષ્ણ પરેશભાઇ યોગી સહિતના મિત્રો રવિવારે મિત્ર શ્વેતાંગ પટેલ સાથે તેની અર્ટિગા ગાડી લઇ મહેસાણા-ભાંડુ હાઇવે ઉપર આવેલા વોટરપાર્કમાં ન્હાવા નીકળ્યા હતા. જ્યાં પુરઝડપે જઇ રહેલ અર્ટિગા ગાડીનું ટાયર ભાંડુ નજીક ફાટતાં પલટી ગઇ હતી.
ગાડીમાં બેઠેલા છ યુવકોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડ્યા હતા. જ્યારે અમદાવાદ ખાતે બુધવારે પટેલ ચિરાગકુમાર દ્વારકાદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે એકની હાલત હજુ પણ ગંભીર છે. આ અંગે રાજકૃષ્ણભાઇએ વીસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગાડીના ચાલક શ્વેતાંગ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.