બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠા તથા અરવલ્લીમાં મેઘતાંડવ, દ્રશ્યો જોઇને થથરી ન જતા
Last Updated: 10:24 PM, 24 June 2025
Rain in Gujarat : અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જમાવ્યો હતો. મોડાસા અને માલપુરમાં વરસાદી માહોલ સર્જાયો હતો. માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. માલપુરના રાજમાર્ગો પાણી પાણી થઇ ગયા છે. મેઈન બજારમાં પાણી ભરાતા સામાન્ય નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસાના સાકરીયા, માથાસુલીયા જાલોદર, ફરેડીમાં વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
અરવલ્લીમાં આભ ફાટ્યું
જિલ્લામાં વરસાદી માહોલના કારણે મોડાસા અને માલપુરમાં વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદથી રસ્તા જળમગ્ન થયા છે. મેઈન બજારમાં પણ પાણી-પાણી થઇ ચુક્યા છે. જળભરાવથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. માલપુરના રાજમાર્ગો પર પાણી પાણી થઇ ગયું હતું. મેઈન બજારમાં પાણી ભરતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસાના સાકરીયા, માથાસુલીયા જાલોદર, ફરેડીમાં વરસાદી માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : રોષ / Surat ના લોકોનો વલોપાત: સરકાર પાસે અમને હવે કોઇ અપેક્ષા નથી પણ મડદાની આમાન્યા તો રાખો
તારાજીના આકાશી દ્રશ્યો
ADVERTISEMENT
અરવલ્લીના મોતીપુરામાં વરસાદી માહોલ સર્જાયો હતો. મોતીપુરાના તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના કહેર વચ્ચે ખેતરો પણ તળાવ બન્યા છે. બે કલાકમાં 5 ઇંચ વરસાદે હાહાકાર મચાવી દીધો હતો.
ADVERTISEMENT
સાબરકાંઠામાં મેઘતાંડવ
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું. ઈડરના ગ્રામીણ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ કલાકથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ખેડ, રૂવચ, મોટાકોટડા, ધારપુર, ગોકલપુરા સહિત અનેક ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. ચિત્રોડા, બોલુંદ્રા, રૂઅજ, પોશીના અને મેસણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારના રોડ અને ખેતરો જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.