બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પંચમહાલમાં મેઘરાજાની સટાસટી, હાલોલમાં ધોધમાર વરસાદથી ઘર-રસ્તા-બજાર પાણીમાં ડૂબ્યા
Last Updated: 08:38 PM, 24 June 2025
હવામાન વિભાગ દ્વારા આજે પંચમહાલ જિલ્લામાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદને લઈ આગાહી કરી હતી.
ADVERTISEMENT
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલોલ શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકી સામે આવી છે.
પંચમહાલ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ત્યારે જિલ્લાના હાલોલ તાલુકામાં 2 ઈંચથી વધુ વધારે વરસાદ નોંધાયો છે.
ADVERTISEMENT
પંચમહાલમાં ભારે વરસાદને પગલે પાવાગઢ ડુંગર પર જતા વાહનોને રોકવામાં આવ્યા#panchmahal #pavagadh #GujaratFlood #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/J3u7DTsoCG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રેવા પથના પગથિયાઓમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે.પગથિયામાં ભારે પાણીના વહી રહેલા પ્રવાહનો વીડિયો સામે આવ્યો છે. પાવાગઢ ડુંગર વિસ્તારમાં વરસાદને લઈને નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે.
ADVERTISEMENT
પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો, મેઘરાજાનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ#pavagadh #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/nEw5jRIdwJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
જિલ્લાના હાલોલ ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલોલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને બસ સ્ટેન્ડ અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.હાલોલ શહેરના મુખ્ય માર્ગો ભારે વરસાદાને કારણે પાણી પાણી થયા છે. હાલોલ જ્યોતિ સર્કલથી હાલોલ બસ સ્ટેન્ડ મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: છોટાઉદેપુરમાં ભારજ નદી પર ડાયવર્ઝનનો ભાગ તણાયો, અનેક ગામો સંપર્ક વિહોણા
મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો છે. હાલોલ શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા નાના મોટા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.હવામાન વિભાગ દ્વારા આજે પંચમહાલ જિલ્લામાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદને લઈ આગાહી કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.