બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 AM, 13 February 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ અને ઇમિગ્રેશન પર ચર્ચા કરશે. પીએમ મોદીના પ્રતિનિધિમંડળની કુલ 6 બેઠકો થશે.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા છે. તેઓ ગુરુવારે વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે રાત્રે પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળશે. બંને સાથે ડિનર પણ કરશે.
A warm reception in the winter chill!
— Narendra Modi (@narendramodi) February 13, 2025
Despite the cold weather, the Indian diaspora in Washington DC has welcomed me with a very special welcome. My gratitude to them. pic.twitter.com/H1LXWafTC2
ADVERTISEMENT
પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ અને ઇમિગ્રેશન પર ચર્ચા કરશે. પીએમ મોદીના પ્રતિનિધિમંડળની કુલ 6 બેઠકો થશે.
પીએમ મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ભારે ઠંડી પડી રહી છે. પરંતુ હિમવર્ષા છતાં ભારતીય સમુદાય પીએમ મોદીની મુલાકાતને લઈને ઉત્સાહિત છે.
વોશિંગ્ટન પહોંચતા પીએમ મોદીએ કહ્યું કે કડકડતી ઠંડીમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. ઠંડી હોવા છતાં વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાય દ્વારા મારું ખાસ સ્વાગત કરવામાં આવ્યું. હું તેમનો આભારી છું.
ટ્રમ્પ અને મોદી વ્હાઇટ હાઉસમાં મળશે
આજે રાત્રે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે. પીએમ મોદી ટ્રમ્પને મળનારા ચોથા વિદેશી નેતા છે. આ પહેલા ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જાપાની વડા પ્રધાન અને જોર્ડનના રાજાએ અમેરિકી રાષ્ટ્રપતિને મળ્યા છે.
વોશિંગ્ટન પહોંચતા જ પીએમ મોદીએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત અને ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને લઇને આતુર છે. આપણે આપણા લોકોના કલ્યાણ અને આપણી પૃથ્વીને બહેતર બનાવવાના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. પીએમ મોદી આજે ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત તેઓ ઘણા ઉદ્યોગપતિઓ અને ભારતીય સમુદાયના લોકોને પણ મળશે.
આ પણ વાંચોઃ અમેરિકા / કોણ છે તુલસી ગબાર્ડ? જેની સાથે US પહોંચતા PM મોદીએ કરેલી પ્રથમ મુલાકાત, હવે મળશે ટ્રમ્પને
ટ્રમ્પ સાથે પીએમ મોદીનું પ્રાઇવેટ રાત્રિભોજન
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આયોજિત વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રાઇવેટ રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં પીએમ મોદી ભાગ લેશે. બેઠક પહેલા અને પછી બંને નેતાઓ ઓવલ ઓફિસમાં મીડિયાને સંબોધિત કરશે. બધાની નજર પીએમ મોદીની એલોન મસ્ક સહિત અમેરિકન ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતો પર પણ રહેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ તાજેતરમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.