ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠક; નીચા મતદાન મામલે ભાજપ જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા, જિલ્લાવાર પક્ષની સ્થિતિની ચૂંટણી બાદ કરી સમીક્ષા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠક
નીચા મતદાન મામલે ભાજપ જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા
જિલ્લાવાર પક્ષની સ્થિતિની ચૂંટણી બાદ કરી સમીક્ષા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ છે. ત્યારે 8મી ડિસેમ્બરે તેની મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં હાલના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સરકાર બનાવશે તેમ લાગી રહ્યું છે. આ વચ્ચે બંને તબક્કામાં થયેલા કુલ મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. નીચા મતદાન મામલે ભાજપ જિલ્લા પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠક શરૂ કરી છે.
નીચા મતાદાન બાબતે સી.આર.પાટીલની બેઠક
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે નીચા મતદાન બાબતે જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરી છે. જેમાં નીચા મતદાન અંગેના જિલ્લા ભાજપના પ્રમુખો સાથે વિગતે ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લાવાર પક્ષની સ્થિતિની ચૂંટણી બાદ સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લાવાર મેળવી રહેલી બેઠકો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં સૌથી વધારે મતદાન
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં નોંધાયું છે. નર્મદા જિલ્લામાં કુલ 78.42 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન બોટાદ જિલ્લામાં નોંધાયું છે. બોટાદ જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે.
ભાજપને 35 માંથી 26 બેઠકો મળશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ પૂર્ણ થતા સૌ કોઈ કોણ સત્તા પર આવશે અને કોને કેટલી સીટો મળશે તેનાં ગણિતમાં લાગી ગયા છે અને તમામ એજન્સીઓના સર્વેમાં ગુજરાતમાં એક તરફી ચૂંટણી થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ભાજપની ટક્કરમાં કોઈ પાર્ટી નથી. ત્યારે VTV NEWS દ્વારા પણ ગુજરાતભરમાં સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં ક્યા કઈ પાર્ટીને કેટલી બેઠકો મળવાનું અનુમાન છે. VTVના એગ્ઝિટ પોલમાં દક્ષિણ ગુજરાતમાં ભાજપને 35 માંથી 26 બેઠકો મળવાનું અનુમાન છે. જેમાં ભાજપને 26, કોંગ્રેસને 6, AAP ને 2 જ્યારે અન્યને 1 બેઠક મળવાનું અનુમાન.
સીટ વાઈઝ ભાજપને ક્યાં કેટલી સીટ મળી
VTV NEWS દ્વારા કરવામાં આવેલ સર્વેમાં દક્ષિણ ગુજરાતમાં કુલ 35 સીટો પરથી ભાજપને 26 અને કોંગ્રેસને 6 અને આપને 2 જ્યારે અન્યને 1 સીટ મળશે. જેમાં વલસાડમાં ભાજપને 5 સીટ જ્યારે કોંગ્રેસને ફાળે એકપણ સીટ મળી નથી. નવસારીમાં ભાજપને 3 અને 1 કોંગ્રેસને, તાપીમાં ભાજપને 1 અને કોંગ્રેસને 1, સુરતમાં ભાજપને 13 અને કોંગ્રેસને 2 જ્યારે આપને 1 બેઠક મળશે. ભરૂચમાં ભાજપને 3 અને કોંગ્રેસને 1 અને અન્યને 1 બેઠક મળશે. નર્મદામાં ભાજપને એકપણ બેઠક મળવા પામી નથી. જ્યારે કોંગ્રેસ તેમજ આપને એક બેઠક મળી છે. ડાંગમાં ભાજપને 1 બેઠક મળવા પામી છે.