Hu Chhu Gujarati / અમદાવાદનો આ રીક્ષાવાળો નથી લેતો ભાડું, કારણ જાણી કરશો સલામ

આજની મોંઘવારીમાં અમદાવાદમાં તમે રિક્ષામાં બેઠાં છો અને ભાડું પૂછો ત્યારે તમને સામે જવાબ મળે કે ઈચ્છા હોય એ આપી દો નહીંતર વાંધો નહીં... મજાક લાગતી હશે પરંતુ માનતા નહીં. કારણ કે અમદાવાદના રસ્તા પર પોતાની શાનદાર સવારી સાથે ફરી રહ્યો છે એક હીરો. જે ખાદી કુર્તો અને ગાંધી ટોપી પહેરીને ચલાવે છે શાનદાર રિક્ષા જેમાં મુસાફરો તો ઠીક પરંતુ સેલેબ્રિટીઝ પણ બેસીને રોમાંચ અનુભવે છે. ઉદયભાઈભાઈની આ રિક્ષા છે હટકે. એમાં ન્યૂઝપેપર, ડસ્ટબિન, લાયબ્રેરી, થેપલા, પુરી, પાણીની બોટલ તો છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે ઉદયભાઈભાઈ ક્યારેય મુસાફર પાસે ભાડું નથી માંગતા. બસ, સફરના અંતમાં એક બોક્સ આપે છે અને મુસાફર ભાડું આપે તો પણ ભલું અને ન આપે તો પણ તેનું ભલું તેવું માને છે. ત્યારે જાણો આ અનોખા અમદાવાદના રિક્ષાવાળાની અનોખી કહાની 'હું છું ગુજરાતી'માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ