Hu Chhu Gujarati / અમદાવાદી હનુમાનભક્તનો ગજબ 'કપિરાજપ્રેમ' , જોઈને આંખમાં આવી જશે આસું

આપણે એવાં ઘણાં લોકો જોયાં છે જે પ્રાણીઓ માટે ખૂબ લાગણી ધરાવતાં હોય છે. જાનવરોને માણસોની જેમ પ્રેમ કરતા હોય છે, તેમનો ખ્યાલ રાખતાં હોય છે. પરંતુ આજે અમદાવાદના એક એવાં શખ્સ સાથે મુલાકાત કરાવીશું જેમનો કપિરાજ પ્રત્યેનો પ્રેમ તેમના સંતાનો કરતા પણ વધારે છે. કપિરાજ પ્રત્યેના આ જ પ્રેમના કારણે લોકોં તેમને મંકીમેનના નામથી ઓળખે છે. સ્વપ્નિલ સોની નામના આ ગુજરાતીને દૂરથી જોઈને પણ કપિરાજો તેની પાસે આવી પહોંચે છે. આ દ્રશ્ય જોઈને કદાચ તમે બે ઘડી વિચાર કરતા થઈ જશો પરંતુ સ્વપ્નિલભાઈ (Swapanil Soni) માટે આ જીવનનો મક્સદ બની ગયો છે. અઠવાડિયામાં બે વખત આશરે 500થી 700 કપિરાજોની ભૂખને પૂરી કરે છે. ત્યારે જુઓ આ Monkey Manની કહાની અમારા વિશેષ શો 'હું છું ગુજરાતી' માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ