બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Medical officer trapped in honeytrap in Vadodara

ધરપકડ / મસાજ કરાવવા યુવતિના ઘરે જવું ભારે પડ્યું, મેડિકલ ઓફિસર બન્યા હનીટ્રેપનો શિકાર

Last Updated: 03:28 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં મેડિકલ ઓફીસર હનીટ્રેપમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં મહિલાનાં સંપર્કમાં આવ્યા બાદ મેડિકલ ઓફીસર મસાજ કરાવવા મહિલાનાં ઘરે જતા ફસાયા હતા. 2 શખ્સોએ પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમજ પૈસાની માંગણી કરી હતી. જે બાદ મેડીકલ ઓફીસકે 4 વ્યક્તિઓ સામે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરમાં આવેલ એક ખાનગી કંપનીમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ર્ડાક્ટરને એક યુવતિએ સોશિયલ મીડિયા એપમાં Hi લખીને મેસેજ કરી મસાજ કરાવવા માટે સંપર્ક કરવા જણાવ્યું હતું. જે બાદ ર્ડાક્ટરની વાસનાં જાગૃત થતા ર્ડાક્ટર યુવતીનાં ઘરે મસાજ કરાવવા માટે પહોંચી ગયો હતો. જે બાદ યુવતી ર્ડાક્ટરને મસાજ કરી રહી હતી. તે દરમ્યાન કેટલાક લોકો ઘરમાં ઘુસી ર્ડાક્ટરનાં નગ્ન ફોટા પાડી ર્ડાક્ટરને બ્લેકમેઈલ કરી રૂા. 10 લાખની માંગ કરી હતી. જે બાદ ર્ડાક્ટર યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે ગોત્રી પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. 

સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ર્ડાક્ટર તેમજ યુવતીની મુલાકાત થઈ
મળતી માહિતી મુજબ શહેરનાં ન્યુ સમા વિસ્તારમાં 30 વર્ષીય ર્ડાક્ટર પરિવાર સાથે રહે છે. તેમજ ર્ડાક્ટર ખાનગી કંપનીમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. ર્ડાક્ટરનાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ર્ડાક્ટરને જુહી લબાના નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે બાદ યુવતી તેમજ ર્ડાક્ટર વચ્ચે મેસેજથી વાતચીત શરૂ થઈ હતી. જે બાદ યુવતીએ કહ્યું હતું કે, હું મસાજનું કામ કરૂ છું. તમારે મસાજ કરાવવી હોય તો કહેજો. તેમ કહી યુવતીએ પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. 

વધુ વાંચોઃ વિકાસના કાર્યોમાં બેદરકારીથી મુશ્કેલીમાં વધારો, ટ્રાફિક જામ અને પાર્કિંગની સાથે અનેક સમસ્યામાં વધારો

પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી
આ સમગ્ર મામલે પીઆઈ. આર.એન. પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ ઓફીસરને મસાજ કરવાનાં બહાને બોલાવી પૈસાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે જાગૃતિ ઉર્ફે જુહી યોગેશભાઈ લબના, યોગેશ ભરતસિંહ મેરાવત, અનિલ મનોજભાઈ બારોડ, સન્ની રાજુભાઈ બારોટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Honeytrap arrested medical officer vadodara ગોત્રી પોલીસ ધરપકડ મેડીકલ ઓફીસર વડોદરા હનીટ્રેપ vadodra
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ