બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Media reports from Delhi claim that Gujarat assembly elections will be held in two phases

Election / બે ફેઝમાં થઈ શકે છે ગુજરાતની ચૂંટણી, હિમાચલની સાથે જ રિઝલ્ટ, જાણો મતદાનની સંભાવના ક્યારે: રિપોર્ટ

Dinesh

Last Updated: 04:30 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીથી મીડિયા અહેવાલનો દાવો; ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરે યોજવામાં આવશે.

દિલ્હીથી મીડિયા અહેવાલનો દાવો 
ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે
પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બરમાં યોજાશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓક્ટોબરના અંત સુધીમાં થઈ શકે છે. દિલ્હીથી મીડિયા અહેવાલે દાવો કર્યો છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાંની આસપાસ યોજાઈ શકે છે તેમજ બીજો તબક્કો 5 ડિસેમ્બરની આસપાસ હોઈ શકે છે. દિલ્હીથી મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ થવાની પૂરેપૂરી શક્યાતાઓ છે. એટલે કે મતગણતરી 8મી ડિસેમ્બરે થઈ શકે છે. 

ગુજરાતમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે!!
હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે તમામ દેશવાસીઓ અને તેમાય ખાસકરીને ગુજરાતવાસીઓની નજર ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની પર છે. જે બાબતે દિલ્હીથી મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેનો પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરેની યોજવામાં આવી શકે છે. જે દાવામાં જણાવ્યું છે કે, મતગણતરી બંને તબક્કા પૂર્ણ થયાના 3-4 દિવસ પછી એટલે કે 8મી ડિસેમ્બરે ટૂંકમાં જે દિવસે હિમાચલ પ્રેદેશની ચૂંટણીની મત ગણતરીની તારીખ જ નક્કી કરવામાં આવી છે તે જ દિવસે કરવામાં આવશે. 

18 ફેબ્રુઆરીએ મુદત સમાપ્ત થશે
ગુજરાતમાં 14મી વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની છે. જે વર્ષ 2017ના ડિસેમ્બરમાં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતી સાથે ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવવામાં આવી હતી.

ચૂંટણી પંચની તૈયારીઓ
ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો પણ દિલ્હીના મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. જે બાબતે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમોએ ગુજરાતની મુલાકાત લીધી છે જેઓએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે. ગુજરાતની ચૂંટણી બાબતે અમૂક જાણકારી પણ આપી છે. મહત્વનું છે કે, બીજી તરફ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવાનું શરૂ કરી દીધું છે.

રાજકીય પક્ષોનો ધમઘમાટ
ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો બેઠકોથી લઈ પ્રસાર પ્રચારના ધમધમાટ શરૂ કરી દીધા છે. મતદારોને પોતાના પક્ષમાં કરવાના પણ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. એક તરફ સત્તાધારી ભાજપ સરકાર ગુજરાતમાં સત્તા જાળવી રાખવા ગૌરવ યાત્રા કાઢી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતની ભાજપ સરકાર પર ભારે પ્રહાર પણ કરી છે. સાથે જ કોંગ્રેસ પણ ભાજપને સત્તા પરથી હટાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. અત્યારે તો ત્રણય પક્ષ રંગેચંગે તૈયારી દર્શાવી રહ્યા છે.

2017 ચૂંટણીમાં શુ પરિણામ આવ્યા હતા 
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે, જેમાંથી 40 બેઠકો અનામત છે. તેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિના આદિવાસી સમાજ માટે અનામત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 સીટમાં 1 સીટ, એનસીપીને મળી હતી. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Elections Gujarat elections 2022 Media reports gujarat ગુજરાત ચૂંટણી વિધાનસભા ચૂંટણી Election
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ