શું તમે જાણો છો ક્રિસમસના આ ત્રણેય રંગોનો અર્થ

By : krupamehta 12:55 PM, 21 December 2018 | Updated : 12:55 PM, 21 December 2018
થોડાક દિવસોમાં ક્રિસમસ ડે આવવાના છે. એ દિવસોની લોકો અત્યારથી તૈયારી કરવા લાગ્યા હશે. ક્રિસમસનો શણગાર કેટલાક રંગો વગર અધૂરો છે. જેમાં લાલ, લીલો અને ગોલ્ડ કલર પ્રમુખ છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિસમસમાં સૌથી વધારે આ રંગોનો કેમ ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો માટે જિસસ ક્રાઇસ્ટે આપણને ત્રણ શિક્ષા આપી છે. ચલો તો આગળ જાણીએ ત્રણ રંગો માટે. 

માનવતાનો પાઠ ભણાવે છે લાલ રંગ 
આ રંગ ઇશુના લોહીનું પ્રતીક છે. આ ઉપરાંત એમનો બીજા પ્રત્યે બેપનાહ પ્રેમ પણ લાલ રંગને દર્શાવે છે. એ દરેક લોકોને પોતાના પુત્ર માનતા હતા અને કોઇ શરત વગર એમને પ્રેમ કરતા હતા. લાલ રંગ માનવતાનો પાઠ પણ ભણાવે છે. એ ખુશી પણ પ્રદાન કરે છે કારણ કે જે જગ્યા પર ખૂબ પ્રેમ હશે ત્યાં ખુશી જાતે જ આવી જશે. 

લીલ રંગનો અર્થ છે જીંગદી
લીલો રંગ પ્રાકૃતિકને સંબોધિત કરે છે, જે આટલી ઠંડીમાં પણ પોતાના રંગને યથાવક રાખવામાં સફળ રહે છે. ઇસાઇ ધર્મમાં માનવામાં આવે છે કે લીલો રંગ પ્રભુ ઇશુના શાશ્વત જીવનનું પ્રતીક છે. ઇશુને ભલે જબરદસ્તી મારી દેવામાં આવ્યા હોય પરંતુ એ આજે પણ દિલમાં જીવતા છે. એટલા માટે લીલા રંગનો મતલબ થાય છે જીંદગી. 

ગોલ્ડન રંગનો અર્થ ભેટ
ગોલ્ડન રંગનો અર્થ કોઇને ગિફ્ટ આપવી, ઇશુના જન્મ પર જે ત્રીજા રાજા આવ્યા હતા, એમને ભેટમાં સોનું આપ્યું હતું. ભગવાને ગરીબ મરિયમને પોતાના પુત્રને જન્મ આપવા માટે પસંદ કર્યો. મરિયમ અને યૂસુફે ઇશુને બચાવવા દરેક સમસ્યાનો સામનો કર્યો. એવું જણાવે છે કે દરેક લોકો ભગવાનની સામે બરાબર છે. આ એક ઉપહાર હતો, જે ભગવાને માનવ જાતિને આપ્યો હતો. Recent Story

Popular Story