MEA says Government has cancelled Nithyananda's passport
વિદેશ મંત્રાલય /
નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરતા સરકારે 'કૈલાસા'ને લઇને આપ્યું આ નિવેદન
Team VTV07:20 AM, 07 Dec 19
| Updated: 09:35 AM, 07 Dec 19
કેન્દ્ર સરકારે દુષ્કર્મના આરોપ બાદ દેશ છોડીને ભાગી જનાર નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ નિત્યાનંદની નવા પાસપોર્ટની અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
ભાગેડુ દુષ્કર્મના આરોપી નિત્યાનંદનો પાસપોર્ટ સરકારે રદ્દ કર્યો
વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી જાણકારી
એક વેબસાઇટ બનાવી લેવાથી એક રાષ્ટ્રનું નિર્માણ થઇ જતું નથી
મંત્રલાયના પ્રવક્તા રવીશ કુમારે આ જાણકારી પત્રકાર પરીષદ દરમિયાન કહી હતી. બીજી સરકારે નિત્યાનંદને લઇને જણાવ્યું છેકે એક વેબસાઇટ બનાવી લેવાથી એક રાષ્ટ્રનું નિર્માણ થઇ જતું નથી.
ખરેખર તો એક રિપોર્ટ મુજબ નિત્યાનંદે દક્ષિણ અમેરિકામાં 'કૈલાસા' નામનો એક દેશ બનાવ્યો છે. પત્રકાર પરિષદને સંબોધતા રવીશ કુમારેને પૂછવામાં આવ્યા હતું કે નિત્યાનંદે એક વેબસાઇટ પર 'કૈલાસા' નામનો પોતાનો અલગ દેશ બનાવાની જાહેરાત કરી છે.
જેને લઇને વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા જણાવામાં આવ્યું કે એક વેબસાઇટ શરૂ કરવી અને એક રાષ્ટ્ર બનાવું બંને અલગ વસ્તુ છે. આ સાથે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે વિદેશમાં આવેલ બધા મિશનો અને પોસ્ટ પર નિત્યાનંદ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે.
જ્યારે બીજી તરફ ઇક્વાડોર દૂતાવાસે નિત્યાનંદને શરણ આપવાની ખબરનું ખંડન કર્યું છે. દૂતાવાસ મુજબ ન તો નિત્યાનંદને શરણ આપવામાં આવી છે કે ન તો તેને કોઇ જમીન ખરીદવામાં મદદ કરવામાં આવી છે.