બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / યુક્રેન સાથેના યુદ્ધમાં 12 ભારતીયો ગુમાવી ચૂક્યાં છે જીવ, જેઓ હતા રશિયન સેનામાં સામેલ, 16 લાપતા
Last Updated: 08:38 AM, 18 January 2025
Russia-Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન સેનામાં ફરજ બજાવતા 12 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, કુલ 126 ભારતીયો રશિયન આર્મીમાં જોડાયા હોવાનું જાણવા મળે છે. તેમાંથી 96 લોકો તેમની સેવા પૂરી કરીને ભારત પરત ફર્યા છે, જ્યારે 12 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, 18 ભારતીયો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16 ભારતીયો ગુમ છે અને તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. રણધીર જયસ્વાલે કહ્યું, અમે ગુમ થયેલા ભારતીય નાગરિકોના ઠેકાણા શોધવા અને બચી ગયેલાઓની વહેલી મુક્તિ અને સ્વદેશ પરત લાવવા માટે રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છીએ.
ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓ સાથે કરી રહ્યું છે વાતચીત
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે કેરળના ત્રિશૂર જિલ્લાના ભારતીય નાગરિક બિનિલ ટીબીની તાજેતરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. રણધીર જયસ્વાલે બિનલના મૃત્યુને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું હતું જેને સૌપ્રથમવાર સોમવારે એક સંબંધીએ જાણ કરી હતી. બિનિલના મૃતદેહને ભારત પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસ રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે.આ સિવાય રશિયામાં ઘાયલ થયેલા કેરળના અન્ય એક રહેવાસીની હાલ મોસ્કોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જયસ્વાલે કહ્યું, 'દૂતાવાસ તેમની તબિયતને લઈને તેમના અને રશિયન અધિકારીઓના સંપર્કમાં છે અને અમને આશા છે કે તેઓ તેમની સારવાર બાદ પરત ફરશે.'
PM મોદીએ રશિયાની મુલાકાત દરમિયાન ઉઠાવ્યો હતો મુદ્દો
અધિકારીઓએ ગયા વર્ષે રશિયન સેનામાં નવ ભારતીયોના મોતની પુષ્ટિ કરી હતી જેમાં બિનિલ હવે 10માં ભારતીય છે. બિનિલના મૃત્યુ બાદ ભારતે હજુ પણ રશિયન સેનામાં ફરજ બજાવતા ભારતીયોની મુક્તિ સુરક્ષિત કરવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જુલાઈમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મોસ્કોમાં તેમની વાતચીત દરમિયાન ભારતીય નાગરિકોની વહેલા મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.