Mayonnaise is white poison know about the big harm it causes to the body before eating it
સાવધાન /
'સફેદ ઝેર' છે મેયોનીઝ, ચટકારા લઈને ખાતા પહેલા જાણી લો તેનાથી શરીરને થતા મોટા નુકસાન વિશે
Team VTV06:20 PM, 16 Feb 23
| Updated: 06:55 PM, 16 Feb 23
મેયોનીઝ ઘણા લોકોની ફેવરેટ હોય છે. ચાઈનીઝ ફૂડ હોય કે પિઝા-બર્ગર જેવા ફૂડ, તેને ખાતી વખતે મેયોનીઝ ખાવાનું લોકો ખૂબ જ પસંદ કરે છે. પરંતુ તેને ખાવાના ઘણા નુકસાન પણ છે.
તમને પણ ખૂબ ભાવે છે મેયોનીઝ?
જાણો તેને ખાવાના ગેરફાયદા વિશે
સ્વાસ્થ્યને પહોંચાડે છે આવા નુકસાન
નાના બાળકોથી વલઈને મોટાઓ સુધી મેયોનીઝ દરેકને પસંદ આવે છે. બર્ગર, પિઝ્ઝા અથવા મોમોઝની સાથે મેયોનીઝ ન હોય તો સ્વાદ નથી આવતો. અમુક લોકો મેયોનીઝને સેન્ડવિચ અને પાસ્તામાં નાખીને ખાય છે. જ્યારે અમુક લોકોને મેયોનીઝના ક્રીમી ટેક્સચર પસંદ આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેયોનીઝ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?
મેયોનીઝના શોખીનો જાણી લેજો નુકસાન વિશે
જો તમે મેયોનીઝના શોખીન છો તો તમને તેના નુકસાન વિશે જરૂર ખબર હોવી જોઈએ. હકીકતે વધારે મેયોનીઝ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારનું નુકસાન થઈ શકે છે. તેનાથી તમને ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આવો જાણીએ મેયોનીઝ ખાવાના સાઈડ ઈફેક્ટ.
મેયોનીઝ ખાવાના નુકસાન
ડાયાબિટીસ
વધારે મેયોનીઝ ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. જો તમે દરરોજ તેને ખાઈ રહ્યા છો તો ડાયાબિટીસનો ખતરો વધારે છે. ત્યાં જ જો તમે પહેલાથી જ ડાયાબિટીસનો શિકાર છો તો પછી તમને તેને ખાવાથી બચવું જોઈએ.
વજન વધવું
મેયોનીઝને વધારે ખાવાથી તમારૂ વજન ઝડપથી વધી શકે છે. હકીકતે મેયોનીઝમાં ઘણા પ્રમાણમાં કેલેરી હોય છે. તેમાં ફેટ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેના કારણે તમે વધારે મેયોનીઝ આશો તો તમે સ્થૂળતાના શિકાર પણ થઈ શકો છો.
બ્લડ પ્રેશર વધવું
વધારે મેયોનીઝ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. હકીકતે મેયોનીઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. મેયોનીઝનું વધારે સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો પણ રહે છે.
હાર્ટ સંબંધીત બીમારીઓનો ખતરો
મેયોનીઝ લવર્સ માટે ખતરાની વાત એ છે કે તેના સેવનથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. મેયોનીઝની એક મોટી ચમચીમાં લગભગ 1.6 ગ્રામ સેચ્યુરેટેડ ફેટ હોય છે. વધારે મેયોનીઝ કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી હૃદય રોગનો ખતરો વધે છે.
માથામાં દુખાવો
બજારમાં મળતા મેયોનીઝમાં પ્રિઝરવેટિવ અને આર્ટિફિશિયલ ઈન્ગ્રેડિઅન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા રહેલા એમએસજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વધારે મેયોનીઝ ખાવાથી ઘણા લોકોને માથામાં દુખાવો કમજોરી જેવી સમસ્યા આવી શકે છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.