બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mayawati tweet on article 370 in jammu kashmir

જમ્મુુ કાશ્મીર / માયાવતીએ આર્ટિકલ 370 મુદ્દે કહ્યું હવે BSP આશા રાખે છે કે...

vtvAdmin

Last Updated: 03:39 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુજન સમાજ પાર્ટી (BSP)ની અધ્યક્ષ માયાવતીએ જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવા પર કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. એમણે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયનો યોગ્ય લાભ ત્યાંના લોકોને આગળ મળશે.

માયાવતીએ મંગળવારે ટ્વિટ કર્યું, ''સંવિધાનની સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાયની મંશાને દેશભરમાં લાગૂ કરવાના હેતુથી જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 અને 35એ હટાવવાની માંગ ઘણા લાંબા સમયથી હતી. હવે બસપા આશા રાખે છે કે આ સંબંધમાં કેન્દ્ર સરકારના નિર્ણયનો યોગ્ય લાભ ત્યાંના લોકોને આગળ મળશે.''

એમણે આગળ લખ્યું, ''આ પ્રકારે, જમ્મૂ કાશ્મીરના લેહ-લદ્દાખને અલગથી કેન્દ્ર શાસિત ક્ષેત્ર જાહેર કરવાથી ખાસ કરીને બૌદ્ધ સમુદાયના લોકોની જુની માંગ હવે પૂર્ણ થઇ છે. બસપા તેનું સ્વાગત કરે છે. તેથી આખા દેશમાં, ખાસ કરીને બાબા સાહેબ ડૉ. ભીમરાવ આમ્બેડકરના બૌદ્ધ અનુયાઇ ઘણા ખુશ છે.''

 

જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા માટે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કરાયા બાદ વિપક્ષની પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે. જ્યારે આ પ્રસ્તાવ પર બસપાએ કેન્દ્ર સરકારનું સમર્થન કરી સૌને ચોંકાવ્યા છે. વિપક્ષમાં આર્ટિકલ 370ને હટાવનાર પ્રસ્તાવ પર  બે ભાગલા પડી ગયા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Article 35a Mayawati National News amit shah article 370 jammu kashmir jammu and kashmir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ