ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પ્રચારના હવે છેલ્લા ચાર દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષો છેલ્લા તબક્કાના મતદાન માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં પોતાનો દમ બતાવવા માટે બસપા પ્રમુખ માયાવતીએ પણ વડાપ્રધાન મોદી પરને આડે હાથ લેવામાં કોઈ કસર છોડી નથી.
અલવર કાંડ પર સણસણતો જવાબ આપ્યા બાદ માયાવતીએ ફરી પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. અને કહ્યું કે, આ ચૂંટણીમાં મોદી સરકારની નાવડી ડૂબી રહી છે. કારણ કે, મોદીના વલણને જોતા RSSએ પણ હવે BJPનો સાથ છોડી દીધો છે.
મહત્વનું છે કે, અહીં માયાવતીએ ટ્વીટ કરતા પ્રધાનમંત્રીની સાથે-સાથે યોગી આદિત્યનાથ અને સાધ્વી પ્રજ્ઞાસિંહ પર પણ નિશાન સાધ્યું છે. માયાવતીએ લખ્યું કે, જે ઉમેદવારો પર આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપસર પ્રચાર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોય તે લોકો જ્યારે મંદિરમાં કે અન્ય સ્થળે જાય છે.
ત્યારે મીડિયા મોટા પ્રમાણમાં તેનું કવરેજ કરતી હોય છે. તેના પર પણ પ્રતિબંધ લગાડવો જોઈએ. પંચે આ અંગે પણ યોગ્ય પગલા લેવા જોઈએ. જોકે આ પ્રકારના નિવેદનો અને વાર-પલટલાર તો ચાર દિવસ સુધી સતત થતા જ રહેવાના છે.
કારણ કે, આ સત્તા માટેની લડાઈ છે. જનતાના વિકાસની નહીં.આવું એટલા માટે કહેવું પડે છે, કેમ કે, આ ચૂંટણીમાં વિકાસની વાતો દૂર રહી. પરંતુ સેનાના નામે વોટબેંકની રાજનીતિ અને એક બીજાને નિચા દેખાડવાની રાજનીતિ ખુબ થઈ છે.