બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / mayawati Statement bjp Lok Sabha Elections 2019 narendra modi

ચૂંટણી / આ ચૂંટણીમાં મોદી સરકારની નાવડી ડૂબી રહી છેઃ માયાવતી

vtvAdmin

Last Updated: 11:26 PM, 14 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીના માહોલમાં જાણે પ્રધાનમંત્રી મોદી અને માયાવતી વચ્ચે ખરાખરીનો શાબ્દીક જંગ જામ્યો છે. એક બીજાની હારના અત્યારથી જ તારણો લગાવી રહ્યા છે. તેવામાં માયાવતીએ ફરી પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું છે અને ભાજપની નાવડી ડૂબતી હોવાના શંકેત આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પ્રચારના હવે છેલ્લા ચાર દિવસો જ બાકી છે. ત્યારે તમામ પક્ષો છેલ્લા તબક્કાના મતદાન માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં પોતાનો દમ બતાવવા માટે બસપા પ્રમુખ માયાવતીએ પણ વડાપ્રધાન મોદી પરને આડે હાથ લેવામાં કોઈ કસર છોડી નથી. 

અલવર કાંડ પર સણસણતો જવાબ આપ્યા બાદ માયાવતીએ ફરી પ્રધાનમંત્રી પર નિશાન સાધ્યું છે. અને કહ્યું કે, આ ચૂંટણીમાં મોદી સરકારની નાવડી ડૂબી રહી છે. કારણ કે, મોદીના વલણને જોતા RSSએ પણ હવે BJPનો સાથ છોડી દીધો છે. 

મહત્વનું છે કે, અહીં માયાવતીએ ટ્વીટ કરતા પ્રધાનમંત્રીની સાથે-સાથે યોગી આદિત્યનાથ અને સાધ્વી પ્રજ્ઞાસિંહ પર પણ નિશાન સાધ્યું છે. માયાવતીએ લખ્યું કે, જે ઉમેદવારો પર આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપસર પ્રચાર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હોય તે લોકો જ્યારે મંદિરમાં કે અન્ય સ્થળે જાય છે. 

ત્યારે મીડિયા મોટા પ્રમાણમાં તેનું કવરેજ કરતી હોય છે. તેના પર પણ પ્રતિબંધ લગાડવો જોઈએ. પંચે આ અંગે પણ યોગ્ય પગલા લેવા જોઈએ. જોકે આ પ્રકારના નિવેદનો અને વાર-પલટલાર તો ચાર દિવસ સુધી સતત થતા જ રહેવાના છે. 

કારણ કે, આ સત્તા માટેની લડાઈ છે. જનતાના વિકાસની નહીં.આવું એટલા માટે કહેવું પડે છે, કેમ કે, આ ચૂંટણીમાં વિકાસની વાતો દૂર રહી. પરંતુ સેનાના નામે વોટબેંકની રાજનીતિ અને એક બીજાને નિચા દેખાડવાની રાજનીતિ ખુબ થઈ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Lok Sabha Elections 2019 Mayawati Narendra Modi Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ