બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Mayawati slams ashok gehlot govt for charging bus fare

રાજનીતિ / UPના રાજકારણમાં નવા સંકેત! માયાવતીએ આ મુદ્દા પર યોગી આદિત્યનાથ સરકારને આપ્યું સમર્થન

Divyesh

Last Updated: 12:31 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને યોગી સરકાર વચ્ચે 'બસ પોલિટિક્સ' મામલો શાંત પડી રહેલો જોવા મળી રહ્યો ત્યારે જ રાજસ્થા સરકારે યુપી સરકારને બસોનું બિલ મોકલાવતા ફરી આ મામલો ગરમાયો છે. 36 લાખના આ બિલ પર હવે રાજયમાં રાજકીય માહોલ ગરમી થઇ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ભાજપના સમર્થનમાં આવ્યાં છે. માયાવતીએ ટવિટ કરી કોંગ્રેસ પર આ મુદ્દાને લઇને નિશાન તાક્યું છે.

  • યુપીમાં બસ પોલિટિક્સિ રાજકારણ ફરી ગરમાયું
  • માયાવતીએ બસ પોલિટિક્સમાં ભાજપને કર્યું સમર્થન
  • બસ પોલિટિક્સ મામલે કોંગ્રેસપર સાધ્યું નિશાન

બસપા અધ્યક્ષ માયાવતીએ રાજસ્થાન પર ધૃણાસ્પદ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ ટવિટ કરી કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર દ્વારા કોટાથી અંદાજે 12000 યુવક-યુવતીઓને ઘરે મોકલવાના ખર્ચ તરીકે યુપી સરકારને 36.36 લાખ રૂપિયા વધુ આપવાની માંગ કરી છે જે તેમની કંગાળ અને અમાનવીયતાને પ્રદર્શન કરે છે.  બે પાડોશી રાજ્યો વચ્ચે આવી ગેરવર્તૂણક રાજનીતિ ઘણી દુઃખદ છે. 
 


માયાવતીએ કહ્યું કે રાજસ્થાન સરકાર એક તરફ કોટાથી યુપી વિદ્યાર્થીઓને પોતાની બસમાં પરત કરવાને લઇને મનમાની રીતે ભાડુ વસુલ કરી રહી છે. જ્યારે બીજી તરફ હવે પ્રવાસી શ્રમિકોને યુપીમાં તેમના ઘરે મોકલવા માટે  બસોની વાત કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BSP Bus Politics Mayawati Yogi Adityanath બસ પોલિટિક્સ માયાવતી યોગી આદિત્યનાથ સમર્થન Mayawati
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ