નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ બંગાળનું રાજકારણ ગરમાયુ છે. બંગાળમાં વહેલી તકે ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દેવામાં આવ્યો છે ત્યારે બસપાના અધ્યક્ષા માયાવતી હવે દીદીના સમર્થનમાં ઉતર્યા છે.
માયાવતીએ એક પત્રકાર પરિષદ યોજીને પીએમ મોદી અને શાહ તથા ભાજપ પર આકરા પ્રહાર કર્યા. માયાવતીએ કહ્યુ કે, મમતા સરકારને મોદી અને શાહ ટાર્ગેટ કરી રહ્યા છે. મમતા સરકારને જાણી જોઈને ષડયંત્ર રચીને નિશાન બનાવામાં આવી રહી છે.
ભાજપના દબાણથી ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. પ્રધાનમંત્રીને આવું વર્તન શોભે નહીં. મહત્વનું છે બંગાળમાં થયેલી હિંસા બાદ વિપક્ષી નેતાઓ પણ ભારે રોષ છે.
આ પહેલા બુધવારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે એમના કાર્યકાળમાં ઉત્તર પ્રદેશમાં એક પણ તોફાન થયા નથી, સાથે જ એમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ખૂબ હિંસા થઇ.
માયાવતીએ એવું પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી બીજેપી પર કાળા ધબ્બા છે.