Mayavati from BSP supported BJP government on inaugurating the new parliament building
રાજનીતિ /
'સરકાર સંસદ બનાવી રહી હોય તો તેને ઉદ્ધાટનનો હક', માયાવતીની વિપક્ષને લપડાક, પણ હાજર નહીં રહે શું કારણ
Team VTV04:18 PM, 25 May 23
| Updated: 04:31 PM, 25 May 23
માયાવતીએ ભાજપ સરકારનું સમર્થન કરતાં કહ્યું કે સરકાર સંસદ બનાવડાવી રહી છે તો તેમને તેનું ઉદ્ગાટન કરવાનો પણ હક છે.
BSP માયાવતીએ કર્યું ભાજપ સરકારનું સમર્થન
નવા સંસદ ભવનનું ઉદ્ગાટન કરવાનો સરકારને હક- માયાવતી
બહિષ્કાર કરવાનાં સરકારનાં નિર્ણયની પણ કરી આલોચના
નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમારોહનો કોંગ્રેસ-સપા સહિત વિપક્ષની કુલ 18 પાર્ટીઓએ બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. આ પાર્ટીઓ કહી રહી છે કે સંસદનું ઉદ્ગાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનાં હસ્તે થવું જોઈએ. આ વચ્ચે માયાવતીએ કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સરકાર સંસદ બનાવી રહી છે તો ઉદ્ગાટન કરવાનો પણ તે હક ધકાવે છે.
1. केन्द्र में पहले चाहे कांग्रेस पार्टी की सरकार रही हो या अब वर्तमान में बीजेपी की, बीएसपी ने देश व जनहित निहित मुद्दों पर हमेशा दलगत राजनीति से ऊपर उठकर उनका समर्थन किया है तथा 28 मई को संसद के नये भवन के उद्घाटन को भी पार्टी इसी संदर्भ में देखते हुए इसका स्वागत करती है।
વિપક્ષ પર કર્યો પ્રહાર
ઉદ્ગાટનને આદિવાસી મહિલાનાં સમ્માન સાથે જોડવાની વિપક્ષની વાતને માયાવતીએ નકારી છે. તેમણે વિપક્ષને ટાર્ગેટ કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રોપદી મુર્મૂની સામે ઉમેદવાર ઉતારતી વખતે આ બાબત ધ્યાનમાં લેવી જોઈતી હતી.
2.राष्ट्रपति द्रौपदी मुर्मू जी द्वारा नए संसद का उद्घाटन नहीं कराए जाने को लेकर बहिष्कार अनुचित। सरकार ने इसको बनाया है इसलिए उसके उद्घाटन का उसे हक है। इसको आदिवासी महिला सम्मान से जोड़ना भी अनुचित। यह उन्हें निर्विरोध न चुनकर उनके विरुद्ध उम्मीदवार खड़ा करते वक्त सोचना चाहिए था
BSP સરકારનાં સમર્થનમાં
માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે કેન્દ્રમાં પહેલા કોંગ્રેસની સરકાર રહી હોય કે હાલમાં ભાજપની હોય, BSPએ દેશ તેમજ જનહિત મુદાઓ પર હંમેશા પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને સમર્થન કર્યું છે. 28 મેનાં નવા સંસદ ભવવાં ઉદ્ગાટને પણ પાર્ટી આ જ સંદર્ભમાં જોઈ તેનું સ્વાગત કરે છે.
3. देश को समर्पित होने वाले कार्यक्रम अर्थात नए संसद भवन के उद्घाटन समारोह का निमंत्रण मुझे प्राप्त हुआ है, जिसके लिए आभार और मेरी शुभकामनायें। किन्तु पार्टी की लगातार जारी समीक्षा बैठकों सम्बंधी अपनी पूर्व निर्धारित व्यस्तता के कारण मैं उस समारोह में शामिल नहीं हो पाऊंगी।
મને પણ મળ્યું છે આમંત્રણ
માયાવતીએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજી દ્વારા નવા સંસદનું ઉદ્ગાટન ન કરાવવાને લીધે બહિષ્કાર કરવો એ યોગ્ય નથી. સરકારે સંસદને બનાવ્યું છે તો તેનું ઉદ્ગાટન કરવું પણ તેનો જ હક છે. તેમણે કહ્યું કે દેશને સમર્પિત થનારા કાર્યક્રમ એટલે કે નવા સંસદ ભવનનાં ઉદ્ગાટન સમર્થનમાં જોડાવા માટે મને પણ આમંત્રણ મળ્યું છે જેના માટે હું આભારી છું અને શુભકામના પાઠવું છું. પરંતુ પાર્ટીની સતત ચાલી રહેલી સમીક્ષા બેઠકો સંબંધિત મારી પૂર્વનિર્ધારિત વ્યસ્તતાને કારણે હું સમારોહમાં જોડાઈ શકીશ નહીં.