બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મુંબઈ / ટાટા ગ્રુપમાં માયાની માયાજાળ! કોણ છે આ 34 વર્ષની આ હુસ્નપરી, જેની ચર્ચા ચોમેર

photo-story

6 ફોટો ગેલેરી

બિઝનેસ / ટાટા ગ્રુપમાં માયાની માયાજાળ! કોણ છે આ 34 વર્ષની આ હુસ્નપરી, જેની ચર્ચા ચોમેર

Last Updated: 05:55 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

માયા ટાટા સ્વર્ગસ્થ રતન ટાટાની ભત્રીજી અને તેમના સાવકા ભાઈ અને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટાની પુત્રી છે. તેમણે ટાટા ગ્રુપની ઘણી કંપનીઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રતન ટાટાના અવસાન બાદ તેમના સાવકા ભાઈ નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. અહેવાલો અનુસાર મુંબઈમાં મળેલી બોર્ડ મીટિંગમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

1/6

photoStories-logo

1. માયા ટાટાને જાણો છો?

પરંતુ શું તમે માયા ટાટાને જાણો છો? રતન ટાટાના નિધન બાદ તેમના અનુગામી તરીકે જેમના નામની જોરશોરથી ચર્ચા થઈ રહી હતી. માયા પરિવારનો ભાગ હોવા ઉપરાંત તેણીએ ટાટા જૂથમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ પણ ભજવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. માયા રતન ટાટાના અનુગામી બનવાની રેસમાં હતી

માયા ટાટા ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટા અને આલૂ મિસ્ત્રીની પુત્રી અને સ્વર્ગસ્થ રતન ટાટાની ભત્રીજી છે. 34 વર્ષીય માયા ટાટાએ વિદેશથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને આ પછી ટાટા ગ્રુપમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રતન ટાટાના નિધન પછી માયાને તેમના સંભવિત અનુગામી તરીકે ગણવામાં આવી રહ્યા હતા. જો કે બોર્ડની બેઠકમાં નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બ્રિટનમાંથી અભ્યાસ પૂરો કર્યો

આપણે માયા ટાટા વિશે વિગતવાર જાણીએ તો તેમણે પ્રખ્યાત બ્રિટિશ બિઝનેસ સ્કૂલ, બેયસ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, જ્યારે તેમણે યુનિવર્સિટી ઓફ વૉરવિકમાંથી ડિગ્રી પણ મેળવી છે. જો કે, વિદેશમાં અભ્યાસ કર્યા પછી, માયાએ ટાટા ગ્રુપના પરિવાર સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ટાટા કેપિટલની પેટાકંપની ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી શરૂઆત કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. Tata Neu લોન્ચમાં મોટી ભૂમિકા

ટાટા ગ્રુપની Tata Neu એપને લોન્ચ કરવામાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. આ પછી જ્યારે ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ બંધ થયું ત્યારે માયા ટાટાએ ટાટા ડિજિટલમાં કામ કરવાનું શરૂ કર્યું. ટાટા ગૃપમાં બીજા પણ દાવેદારો હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રતન ટાટાનું ગયા બુધવારે અવસાન થયું હતું

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બુધવારે જ્યારે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાના નિધનના સમાચાર આવ્યા ત્યારે સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Noel Tata TATA Group Maya Tata Profile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ