બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 02:11 PM, 15 January 2023
ADVERTISEMENT
રાજસ્થાનમાં આજે કકડતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં તો છેલ્લા 29 વર્ષોનો ઠંડીનો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. અહીં ન્યૂનતમ તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયન પહોંચ્યું છે. મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયાં છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોંટી ગુરૂ શિખર પર પણ બરફ જામી ગયું છે. માઉન્ટ આબુમાં આ પહેલાં 12 ડિસેમ્બર 1994નાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી થયું હતું. વરસાદી નાલા, વાસણોમાં પણ બરફ જામ્યો છે અને
પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે.
ADVERTISEMENT
આવનારાં 4 દિવસો સુધી ઠરશે આબુ
હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારાં 4 દિવસો સુધી કકડતી ઠંડી વરસવાની છે. ન્યૂનતમ તાપમાન માઈનસ પર સ્થિર રહેશે. 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે. હવામાન કેન્દ્ર જયપુરનાં નિર્દેશક રાધેશ્યામ શર્માએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન માઉન્ટ આબુમાં નોંધાયું છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલો પ્રદેશ છે તેથી અહીં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.
ખેડૂતોને આપ્યું સૂચન
સિરોહીમાં કૃષિ વિસ્તારનાં સંયુક્ત નિર્દેશક સંજય તનેજાએ જણાવ્યું કે જ્યારે ન્યૂનતમ તાપમાન 4 ડિગ્રીથી નીચે જાય છે ત્યારે હિમવર્ષા થાય છે. હિમવર્ષા થવાથી પાકને નુક્સાન પહોંચે છે. ખેડૂતોએ પોતાના પાકને બરફથી બચાવવા સાંજનાં સમયે ખેતરોમાં સિંચાઈ કરવી. ખેતરોની નજીક ધુમાડાઓ કરવાથી હિમથી પાકને થતું નુક્સાન ઓછું કરી શકાય છે.
ગુજરાતનાં કચ્છમાં પણ કોલ્ડ વેવની સંભાવના
આવનારાં 5 દિવસો સુધી ગુજરાત ઠંડીમાં કંપવાનું છે. એટલું જ નહીં કચ્છમાં તો કોલ્ડવેવની પણ શક્યતા છે. કચ્છનાં નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 8 ડિગ્રી જ્યારે ભૂજમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. અમદાવાદમાં 10 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસો સુધી ગુજરાતમાં ઠંડી પડવાની છે.
બનાસકાંઠામાં પણ ઠંડીનો કહેર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.