બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'વહીવટીતંત્ર શું કોમામાં છે?', આંગણવાડીમાં બાળકો પાસે નમાઝના વીડિયો પર ધારાસભ્યના તીખા સવાલ, તંત્ર ચૂપ
Last Updated: 09:44 PM, 14 July 2024
જામનગરની આંગણવાડીમાં બાળકોના નમાજ પઢવાનો અને વડોદરાની આંગણવાડીમાં ઇદના પાઠ ભણાવવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે.. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ ઘટનાને લઈ રોષ ઠાલવ્યો છે. તેમણે ટ્વીટ કરીને સ્થાનિક તંત્ર સાથે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું કે, આ ઘટના બની ત્યારે વહીવટીતંત્ર કોમામાં હતું?
ADVERTISEMENT
ઇદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવડાવ્યો
વડોદરાની કરનાળી આંગણવાડીમાં ઈદનાં પાઠ ભણાવવામાં આવ્યા હતા. મહત્વની વાત તો એ હતી કે અભ્યાસક્રમમાં ન હોવા છતાં ઈદનાં પાઠ ભણાવાયા.. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા માટે વિદ્યાર્થીઓને માથે રૂમાલ પણ બંધાવડાવ્યો હતો. આંગણવાડીમાં ઈદની ઉજવણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને આ બાબતે જાણ કરી હતી. તેમજ કાર્યવાહીની માંગ કરી હતી.
ADVERTISEMENT
જામનગરમાં આંગણવાડીમાં 'યા હુસેન'ના નારા લગાવવામાં આવ્યા
વડોદરામાં તો ઇદના પાઠ ભણાવાયા પરંતુ જામનગરમાં તો બાળકો દ્વારા આંગણવાડીમાં યા હુસેનના નારા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આંગણવાડીમાં આવતા બે લઘુમતી સમાજના બાળકોએ અન્ય બાળકોને પોતાની કાલીઘેલી ભાષામાં આ શીખવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ વીડિયો આંગણવાડીના કાર્યકરે વાલીઓના ગ્રુપમાં શેર કર્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.