બ્રેકિંગ ન્યુઝ
VTV / mathura gangrape in moving car in mathura
Last Updated: 09:46 AM, 25 November 2021
ADVERTISEMENT
યુવતીને લીફ્ટ આપી તેની સાથે ચાલતી કારમાં મારપીટ 4 લોકોએ ગેંગરેપ કર્યો
કોસીકલાં મે એક યુવતીની સાથે ગેંગરેપની ખબરે સમગ્ર પોલીસ બેડાને હચમચાવી નાંખ્યુ છે. પીડિતાએ પોલીસને આપેવા નિવેદનમાં જણાવ્યું કે તે કોસીકલાથી આગ્રા પોલીસ કોન્સ્ટેબલ માટે ચાલી રહેલી ભરતી પરિક્ષા આપવા માટે ગઈ હતી. પરિક્ષા આપી પાછી ફરી રહી હતી. પરંતુ મોડી સાંજે તેને કોસીકલા માટે કોઈ વાહન નથી મળ્યું અને એક કારે તેને લીફ્ટ આપી. આ કારમાં ચાર યુવક સવાર હતા. કાર જેવી આગ્રા દિલ્હી હાઈવે પર આવી તો યુવકોએ તેની સાથે છેડતી કરી. પીડિતાએ જ્યારે તેને વિરોધ કર્યો તો ચારોએ મળીને ખરાબ રીતે મારી. બાદમાં ચારોએ તેની સાથે બળાત્કાર કર્યો.
ADVERTISEMENT
ચાલતી ગાડીમાંથી ફેંકી
પીડિતાએ જણાવ્યું કે બાદમાં યુવક તેને કોસીકલાં હાઈવેની પાસે ચાલતી ગાડીમાંથી ફેંકી ભાગી ગયા. પીડિતાઓને ઘાયલ સ્થિતિમાં જોઈ સ્થાનીય લોકોને ઓળખી ગયા અને તેના પરિવારને સૂચના આપી. પરિવાર સ્થળ પર પહોંચ્યા અને પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરાવી. સમગ્ર ઘટનાની યાદી પોલીસને આપવામાં આવી છે.
પોલીસે શોધ ચાલુ કરી
મામલાની જાણકારી મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આરોપીઓની શોધ માટે પોલીસે ટીમ બનાવી છે. ટીમ અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સાથે આરોપીઓના સ્કેચ અને ગાડીના આધાર પર તેની શોધખોળ ચલાવી રહી છે. પોલીસ અનુસાર જલ્દી આરોપીઓની ધરપકડ કરાવમાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.