બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / mathura children died after being thrown on fence injured on neck and head

કરૂણ / મથુરામાં બે બાળકોની ક્રૂર હત્યા, કંટાળી વાડ પર એવી રીતે મૃતદેહ ફેંકી દીધો કે જોઈને જીવ ફફડી ઉઠે

Mayur

Last Updated: 01:35 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરામાં મંગળવારની સવારે યમુના એક્સપ્રેસ વે માઈલ સ્ટોન 74 અને 78 પાસે પાસે અત્યંત કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

  • મથુરામાં બની કરૂણ ઘટના 
  • બે બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા
  • બંને બાળકોના માથા પર ગંભીર ઇજાના નિશાન

મથુરામાં મંગળવારની સવારે યમુના એક્સપ્રેસ વે માઈલ સ્ટોન 74 અને 78 પાસે પાસે અત્યંત કરૂણ દ્રશ્યો જોવા મળ્યા હતા. 

બે બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા

આ વિસ્તારમાં બે બાળકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. 78 માઈલસ્ટોન કોતવાલી સુરીર અને 74 માઇલસ્ટોન થાના નોહઝીલ  વિસ્તારમાં આવે છે. એવી સાંભવના દર્શાવવામાં આવી રહી છે કે હત્યા કરીને શબ લટકાવી દેવામાં આવ્યા છે અથવા ફેંકી દેવામાં આવ્યા છે.

માથા પર ગંભીર ઇજાના નિશાન

બંને બાળકોના માથા પર ગંભીર ઇજાના નિશાન છે જાણે કોઈ ભારે વસ્તુથી તેઓ પર હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારના નિશાન જોવા મળ્યા હતા. 

પોલીસ સક્રિય

આગળની તપાસ શરૂ કરવા માટે પોલીસ સક્રિય બની છે પરંતુ હજુ સુધી બંને બાળકોની ઓળખ પણ થઈ શકી નથી તેથી તપાસમાં અડચણ આવી રહી છે. બંને બાળકોના ગળા પર પણ નિશાન જોવા મળી રહ્યા છે. 

ઘટનાસ્થળે એસેસપી ડૉક્ટર ગ્રોવર અને એસપી ગ્રામીણ શ્રીશચંદ પોલીસની ટીમ સાથે પહોંચ્યા હતા. એસપીએ પોલીસની ટીમને બોડીઝની તપાસ અને ઓળખ માટે પોલીસને આદેશો આપ્યા હતા. 

ઇન્સ્પેકટર નૌઝીલ સદુનરામ ગૌતમે કહ્યું હતું કે ઓળખ બાદ હત્યાનો ખુલાસો કરવામાં આવશે. પણ એ વસ્તુ તો ક્લિઅર છે કે આ હત્યા જ છે.  પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Children Death Gujarati News Mathura mathura express way mathura children death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ