બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મથુરા રિફાઈનરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 10 લોકો ઘાયલ, 3ની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશ / મથુરા રિફાઈનરીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, 10 લોકો ઘાયલ, 3ની હાલત ગંભીર

Last Updated: 06:55 AM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરા રિફાઈનરીમાં ભીષણ આગ લાગી, જેમાં 10 લોકો ઘાયલ હોવાની જાણકારી સામે આવી છે. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

યુપીના મથુરા રિફાઈનરીમાં ભીષણ આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રિફાઈનરીમાં ગેસ લીક ​​થવાને કારણે આગ લાગી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે મથુરા રિફાઈનરીના AVU (એટમોસ્ફેરિક વેક્યુમ યુનિટ) પ્લાન્ટમાં 40 દિવસનું શટડાઉન ચાલી રહ્યું હતું. બધું બરાબર છે એવું ફાઇનલ થયા બાદ તેને ફરી શરૂ કરવામાં આવ્યો હતો. એવું અનુમાન છે કે તેમાં લીકેજ રહી ગયું હતું અને ભઠ્ઠી ફાટવાને કારણે બ્લાસ્ટ થઈ ગયો, જે પછી પ્લાન્ટમાં આગ લાગી ગઈ.

ત્રણ લોકોની હાલત ગંભીર

રિફાઈનરીમાં આગમાં દાઝી ગયેલા 10 લોકોમાંથી ત્રણને વધુ સારી સારવાર માટે દિલ્હી ખસેડવામાં આવ્યા છે. આ ઘટના મંગળવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પ્લાન્ટ બંધ થયા બાદ સ્ટાર્ટ-અપ એક્ટિવિટી ચાલી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. મથુરા રિફાઈનરીના જનસંપર્ક અધિકારી રેણુ પાઠકે જણાવ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ કાબૂમાં છે. બેદરકારી જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

PROMOTIONAL 13

મુખ્યમંત્રીએ લીધી ઘટનાની નોંધ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે અને સીએમ યોગીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને પણ ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી કરવા સૂચના આપી છે. જયારે મથુરા પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો: દેશના હવામાન વિભાગની આકરી આગાહી, હાલ કડક ઠંડી પડવાના સંકેત ઓછા

ગુજરાત રિફાઈનરીમાં આગમાં બેના મોત

સોમવારે ગુજરાતના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) રિફાઈનરીમાં લાગેલી આગમાં બે કર્મચારીઓના મોત થયા હતા. વડોદરાની હદમાં કોયલી વિસ્તારમાં આવેલી રિફાઈનરીની બેન્ઝીન સ્ટોરેજ ટાંકીમાં બપોરે 3.30 વાગ્યે શરૂ થયેલી આગ નજીકની અન્ય બે ટાંકીમાં ફેલાઈ ગઈ હતી. બે વ્યક્તિઓ - કોન્ટ્રાક્ટ કર્મચારી ધીમંત મકવાણા (જેનું સોમવારે ઇજાઓથી મૃત્યુ થયું હતું) અને કેન્ટીન કર્મચારી શૈલેષ મકવાણા - આગમાં મૃત્યુ પામ્યા હતા. આઈઓસીએલના એક અધિકારીને ઈજા થઈ છે અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mathura ABU plant explosion Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ