ક્રિકેટ / હૈદરાબાદ ખાતે આજે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે પ્રથમ ટી-20 મેચ

Match Preview India vs West Indies

શુક્રવારે એટલે કે આજથી ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે T20 મેચ સીરીઝની શરૂઆત થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમનો પહેલો મુકાબલો રમાશે. વિશ્વ રેન્કિંગમાં પાંચમા ક્રમે આવેલા ભારતે આ વર્ષે ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં યજમાનોને ક્લીન સ્વીપ કર્યા હતા. આ મેચ સાંજે 7.00 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ ગયા મહિને બાંગ્લાદેશ સામે રમાયેલી ટી-20 સીરીઝમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ દબાણમાં જોવા મળી હતી. બાંગ્લાદેશ સામે ટી-20 મેચમાં યજમાનોને પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1થી જીતી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ