ભારે વરસાદ અને પૂરને કારણે કેરળના ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનમાં 10થી વધુ લોકોના મોત થયા છે. આ ભૂસ્ખલન જિલ્લાના રાજમલા વિસ્તારમાં થયું છે. અધિકારીઓએ કહ્યું હતું કે સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે.
કેરળના ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનથી 10 લોકોના મોત
આ વિસ્તારમાં 'રેડ એલર્ટ' જાહેર
વન અધિકારીઓ અને અન્ય ઇમરજન્સી સેવાના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ કહ્યું છે કે આ વિસ્તારમાં 70 થી 80 લોકો રહે છે. છેલ્લા અપડેટ મુજબ, આ ઘટનામાં 10થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
#WATCH 5 dead in landslide in Idukki's Rajamala, #Kerala; 10 rescued so far
Kerala CM has requested assistance from Indian Air Force for the rescue operation. pic.twitter.com/yWmwXHUxEz
અધિકારીઓએ જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે વીજ લાઈન પ્રભાવિત થવાને કારણે આ વિસ્તારમાં સંચાર સેવાઓ ખોરવાઈ હતી. ભૂસ્ખલનને કારણે ત્યાં 10 જેટલા મોતનાં ઘરો ડૂબી ગયા છે. પોલીસ અને ફાયર કર્મચારી સ્થળ પર હાજર છે અને જિલ્લા વહીવટી તંત્રે પણ હોસ્પિટલોને દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે. ભારત હવામાન વિભાગે પણ આ વિસ્તારમાં 'રેડ ચેતવણી' જાહેર કરી છે.
ભારતીય વાયુસેના પાસેથી મદદ માંગવામાં આવી
Kerala: 5 people have lost their lives in a landslide at Rajamala in Idduki district; rescue operation underway.
Kerala Health Minister has said that a mobile medical team & 15 ambulances sent to the incident site. pic.twitter.com/yzxiRpfuyZ
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ માટે સ્થળ પર પહોંચી ગઈ છે. લગભગ 20 મકાનોને નુકસાન થયું છે. મુખ્ય પ્રધાન પિનરાય વિજને કહ્યું કે તેઓ બચાવ કામગીરી માટે રાજમાલામાં હેલિકોપ્ટર સેવાઓ આપવા માટે ભારતીય વાયુસેનાનો સંપર્ક કર્યો છે.
ખરાબ હવામાનને કારણે રાહત આપવામાં મુશ્કેલી
કેરળના મહેસૂલમંત્રી ઇ.ચંદ્રશેકરાને કહ્યું છે કે 3 લેબર કેમ્પમાં લગભગ 82 લોકો રહેતા હતા. તેમણે કહ્યું હતું કે હાલ તો ભૂસ્ખલન સમયે કામદારો હતા કે કેમ તે અંગે કંઈ કહી શકાય નહીં. ચંદ્રશેખરનના કહેવા મુજબ, ખરાબ હવામાનને કારણે ઘટના સ્થળે પહોંચવામાં ઘણી સમસ્યાઓ છે.
સતત વરસાદ પડી રહ્યો છે
ળવાસીઓને ફરી એકવાર આકાશી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેરળમાં થઈ રહેલા બારે વરસાદના કારણે હવે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી નાળા છલકાઈ ગયા છે. અને રહેણાંક વિસ્તારોમાં પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. કેરળના પૂંજર ટાઉનના આ દ્રશ્યો છે. જ્યાં મીનાચિલ નદી ગાંડીતૂર થઈ ગઈ છે. પૂંજર પહાડી વિસ્તારોમાં આવેલું છે. પહાડોના કારણે નદીનો પ્રવાહ તેજ છે. જેના કારણે પાણીના માર્ગમાં જે આવ્યું તે તમામ ધોવાઈ ગયું. પહાડો પરથી ઉછળતું અને ધસમસતું આવતું પાણી લોકો માટે મુસિબત બન્યું છે.