બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:01 PM, 19 January 2025
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લાગેલી વિકરાળ આગ કાબુમાં આવી ગઈ છે. ફાયર ફાઈટર્સ દ્વારા તાબડતોબ આગને કાબુમાં લઈ લેવાઈ હતી. સદનસીબે, જાનહાનીના કોઈ સમાચાર નથી. સેક્ટર 19માં વિકરાળ આગ લાગતાં સેંકડો તંબૂઓ સળગીને ખાખ થઈ ગયાં હતા.
ADVERTISEMENT
The fire is spreading like wildfire across the tents in #Prayagraj#MahaKumbhMela
— ಬಬ್ರುವಾಹನ (@Paarmatma) January 19, 2025
What are the fire department doing around!pic.twitter.com/R7EkzWAmMZ
કેવી રીતે લાગી આગ
ADVERTISEMENT
હકીકતમાં સેક્ટર 19ના બનાવતી વખતે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેને કારણે આગ લાગી હતી જે બાજુના તંબૂઓમાં ફેલાઈ હતી અને થોડી વારમાં વિકરાળ રુપ ધારણ કર્યું હતું.
A fire broke out at sector 19 of #MahaKumbhMela in Prayagraj today as large clouds of smoke were seen over from the area.
— All India Radio News (@airnewsalerts) January 19, 2025
A person is reportedly injured and shifted to hospital.
The administration is ensuring immediate relief and rescue operations. More details are awaited.… pic.twitter.com/8RwYNBKyuF
શું નુકશાન થયું
ગોરખપુરના અખિલ ભારતીય ધાર્મિક સંઘ ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. કેમ્પમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. આ ઉપરાંત સેંકડો તંબૂઓ પણ સળગીને ખાખ થઈ ગયાં છે. આ આગ એટલી ભીષણ છે કે આખા વિસ્તારમાં ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં જોવા મળ્યાં હતા.
શું બોલ્યાં ADG
પ્રયાગરાજના ADG ભાનુ ભાસ્કરે કહ્યું કે મહા કુંભ મેળાના સેક્ટર 19માં બે-ત્રણ સિલિન્ડર ફાટ્યા, જેના કારણે શિબિરોમાં ભારે આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.
From ANI | Fire breaks out at #MahaKumbh2025 mela in #Prayagraj, several fire tenders rushed in pic.twitter.com/LwKTIGIjlq
— CNBC-TV18 (@CNBCTV18Live) January 19, 2025
250 તંબૂઓ સળગીને ખાખ
મહાકુંભ મેળા વિસ્તારમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે આગમાં લગભગ 250 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ખૂબ જ ઊંચી હતી. ખૂબ મોટા વિસ્તારમાં આગ લાગી હતી.
સીએમ યોગી દોડી આવ્યાં
સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને જેવી આગની ખબર મળી કે તાબડતોબ દોડી આવ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.