બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:26 PM, 19 January 2025
ADVERTISEMENT
પ્રયાગરાજમાં આસ્થાનો અખૂટ ધોધ વહી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટના બની છે. વિગતો મુજબ મહાકુંભ મેળા વિસ્તારના શાસ્ત્રી બ્રિજ સેક્ટર-19 કેમ્પમાં ભીષણ આગ લાગી હતી. આગની વિગતો મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ADVERTISEMENT
ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાનો પ્રાથમિક અનુમાન
પાપ્ત વિગતો મુજબ કે, જમવાનું બાનવવામાં આવી રહ્યું હતું ત્યારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. જેના કારણે આસપાસ અનેક જગ્યાએ આગ પ્રસરી ગઈ હતી. જો કે, આ વિગતોની અધિકારીક રીતે પુષ્ટી કરવામા આવી નથી. આગ એટલી ભીષણ હતી કે, ધુમાડાના ગોટેગોટાઓ નીકળી રહ્યાં હતા, જેના કારણે આસપાસના અનેક વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો: આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
પવનના કારણે આગ વધી રહી છે
આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે, જોરદાર પવનને કારણે સેક્ટર 19માં લાગેલી આગ ધીરે-ધીરે વધીને સેક્ટર 20 સુધી પહોંચી છે અને અન્ય નજીકના ટેન્ટને પણ ચપેટમાં લઈ શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.