બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 05:31 PM, 8 October 2022
ADVERTISEMENT
ક્રિમિયાને રશિયા સાથે જોડતા પુલ પર શનિવારે આગ લાગી હતી, ત્યારબાદ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે પુલ પર એક ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બમાં વિસ્ફોટ થયા બાદ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં પુલ પર આગની જ્વાળાઓ ઉઠતી દેખાઈ રહી છે. યુક્રેનના પૂર્વીય શહેર ખારકીવમાં અનેક શક્તિશાળી વિસ્ફોટો થયાના કલાકો પછી આ ઘટના સામે આવી છે.
ટ્રેનના ડબ્બામાં થયો વિસ્ફોટ
રશિયાની નેશનલ એન્ટી ટેરરિઝમ કમિટીએ જણાવ્યું હતું કે આગને કારણે પુલ પરથી પસાર થતી માલવાહક ટ્રેનના ડબ્બામાં પણ આગ લાગી હતી અને પુલના બે ભાગ આંશિક રીતે ધરાશાયી થયા હતા. આ ઘટના બાદ ટ્રાફિકને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Crimean bridge this morning. pic.twitter.com/chmoUEIxt7
— Anton Gerashchenko (@Gerashchenko_en) October 8, 2022
વિસ્ફોટ બાદ ટ્રાફિક જામ
અગાઉ આરઆઇએ-નોવોસ્તી અને ટીએએસએસ ન્યૂઝ એજન્સીએ રશિયાના સ્થાનિક અધિકારી ઓલેગ ક્રિચકોવને ટાંકીને જણાવ્યું હતું કે એક ફ્યુઅલ સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી હતી અને બ્રિજ પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં કહેવામાં આવ્યું છે કે આગને કારણે પુલને નુકસાન થયું છે. યુક્રેનના પૂર્વીય શહેર ખારકીવમાં શનિવારે વહેલી સવારે થયેલા વિસ્ફોટોના કલાકો બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં પ્રસરી ગયા હતા. આગ લાંબા અંતરેથી સળગતી હોય તેવું લાગી રહ્યું હતું.
થોડા સમય પહેલા શહેરી વિસ્તારમાં પણ બ્લાસ્ટ થયા હતા
ખારકિવના મેયર ઇહોર તેરખોવે જણાવ્યું હતું કે વહેલી સવારે થયેલો વિસ્ફોટ શહેરના કેન્દ્રમાં મિસાઇલ હુમલાઓનું પરિણામ હતું. તેમણે કહ્યું કે વિસ્ફોટોને કારણે શહેરની એક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ અને એક બિન-રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જાનહાનિના તાત્કાલિક કોઈ સમાચાર મળ્યા નથી.
યુદ્ધમાં મહત્વની ભૂમિકા રહી છે આ પુલની
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પુતિને બુધવારે યુક્રેનના ચાર પ્રદેશોને રશિયન પ્રદેશ તરીકે ગેરકાયદેસર રીતે દાવો કરવા માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં યુરોપના સૌથી મોટા પરમાણુ ઊર્જા પ્લાન્ટ ઝાપોરિઝિયા ક્ષેત્રનો સમાવેશ થાય છે, જેના રિએક્ટર્સ ગયા મહિને બંધ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2014માં ક્રિમિયા પર રશિયાનો કબ્જો હતો અને આ પુલ યૂક્રેન સાથે આ યુદ્ધમાં ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi US visit / PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક મુલાકાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.