ભારતમાં આધાર કાર્ડનો ડેટા સુરક્ષિત રાખવો સરકાર માટે ઓછો પડકાર નથી. હિંદુસ્તાનમાં 100 કરોડથી વધારે લોકોના આધાર કાર્ડ UIDAI એટલે કે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા બનાવીને જનતાને જારી કરી દેવામાં આવ્યા છે. આધારકાર્ડની સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખતા UIDAIએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેમાં આધાર નંબરના પહેલા 8 ડિજીટને તમે છુપાઇ શકો છો. આ નવા ફીચરથી માત્ર આધારના છેલ્લા 8 ડિજીટ જોવા મળશે. UIDAI દ્વારા લોન્ચ કરાયેલ જે આધાર ફીચરની અમે વાત કરી રહ્યા છીએ એનું નામ 'Masked Aadhaar' રાખવામાં આવ્યું છે.
UIDAI એ જણાવ્યું કે આ આધાર પણ કાયદેસર માનવામાં આવશે અને એનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાશે. જો તમે પણ UIDAIના આ નવા ફીચરનો લાભ ઊઠાવવા ઇચ્છો છો તો તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. નીચે આપેલા સરળ સ્ટેપ્સને ફોલો કરીને તમે નવા ફીચરનો ફાયદો ઊઠાવી શકો છો.
એના માટે સૌથી પહેલા તમારે uidai.gov.in પર જાવ
Aadhaar Enrolment સેક્શનમાં જઇને ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
અહીંયા તમને આધારકાર્ડ વર્ચુઅલ આધાર કાર્ડ અથવા એનરોલમેન્ટ આઇડી પસંદ કરવાનું છે. ત્યારબાદ e aadhaar ડાઉનલોડ કરી શકાય છે.
અહીંયા તમને સામાન્ય આધાર પર જવાનું છે અને 'Masked Aadhaar' નો વિકલ્પ પસંદ કરવાનો છે.