કોરોના માસ્ક લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં નેતાઓ માટે માસ્કની દંડ ઘટાડવામાં આવી છે.
નેતાઓને કોરોના દંડમાં રાહત
વિધાનસભામાં નેતાઓને દંડમાં રાહત
માસ્ક વિના ઝડપાયા તો રૂ. 500 દંડ
નેતાઓને કોરોના દંડમાં રાહત આપવામાં આવી છે. વિધાનસભામાં નેતાઓને દંડમાં મોટી રાહત અપાઇ છે. વિધાનસભામાં માસ્ક વિના ઝડપાયા તો રૂપિયા 500 દંડ વસૂલવામાં આવશે. જ્યારે સામાન્ય નાગરિકો માટે માસ્કનો દંડ એક હજાર રૂપિયા છે.
વિધાનસભામાં આવેલી તમામ કચેરીના અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે. ધારાસભ્ય, મંત્રી, અધિકારી ઝડપાયા તો 500 રૂપિયા દંડ ભરવો પડશે. વિધાનસભામાં પ્રવેશ બાદ માસ્ક વિના ઝડપાયા તો દંડ થશે. વિધાનસભા સંકુલમાં માસ્કને લઇને ચેકિંગ થશે
સળગતા સવાલ
સામાન્ય જનતા અને નેતાઓ માટે અલગ અલગ નિયમ કેમ?
સામાન્ય જનતા પાસેથી વધારે રૂપિયા કેમ વસૂલાય છે?
નેતાઓને માસ્કના દંડમાં રાહત શા માટે?
શું માત્ર કોરોના માટે જનતા જ જવાબદાર છ?
શું માત્ર સામાન્ય જનતાને લૂંટવા નિયમો બનાવ્યા છે?
નેતાઓ પાસેથી વધારે દંડ વસૂલવાની જગ્યાએ ઓછો શા માટે?
રાજ્યમાં માસ્ક દંડ પેટે સરકારે અધધ નાણાં ઉઘરાવ્યા છે. ડિસેમ્બર 2020 સુધી 23 લાખ 31 હજાર 068 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. સરકારે કુલ 114 કરોડ 12 લાખ 79 હજાર 780 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેમાં અમદાવાદમાં 5,04,828 લોકો પાસેથી કુલ 30.07 કરોડ રૂપિયા દંડ વસૂલાયો છે. જ્યારે સુરતમાંથી રૂ.11.88 કરોડ દંડ, વડોદરામાં 9.67 કરોડ, ખેડામાં રૂ,8.78 કરોડ, મહેસાણામાંથી રૂ.5.05 કરોડ અને રાજકોટમાંથી રૂ.2.79 કરોડનો દંડ વસૂલાયો છે.