બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / mask distribution ahmedabad civil hospital vtv news sambhaav group
Hiren
Last Updated: 03:32 PM, 17 April 2021
ADVERTISEMENT
કોરોના મહામારી વ્યાપક બની છે ત્યારે વીટીવી ન્યૂઝ અને સમભાવ ગ્રૂપ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. VTV ન્યૂઝ અને સમભાવ ગ્રૂપ દ્વારા માસ્ક સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ સ્ટાફ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાં સંબંધીઓને મોટી સંખ્યામાં માસ્ક, બિસ્કીટ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં પોતાના જીવને જોખમમાં મૂકીને દિવસ રાત કાર્ય કરનારા એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહિતના સ્ટાફે અને દર્દીઓના સ્નેહીઓએ પણ સમભાવ ગ્રૂપની આ પહેલને આવકારી હતી.
ADVERTISEMENT
કોરોના થતો અટકાવવા માટે સૌથી મોટા 2 હથિયાર છે. જેમાં એક વેક્સિન અને બીજુ માસ્ક. ત્યારે ગુજરાતમાં કોરોનાના કેસ 9000ની નજીક પહોંચી ચૂક્યા છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. VTVની સમગ્ર ટીમ અને સમભાવ ગ્રૂપ તમામ જનતાને હાલની પરિસ્થિતિમાં માસ્ક પહેરવા અપીલ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.