બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારુતિએ લોન્ચ કરી નવી વેગનઆર, પેટ્રોલ અને CNG બંને ઓપ્શન, કિંમત પરવડે તેવી
Last Updated: 05:51 PM, 20 September 2024
વર્તમાન સમયમાં મોટાભાગના દરેક વ્યક્તિના ઘરે હોય છે. એમાં પણ મારુતિ સુઝુકી વધારે પ્રમાણમાં હોય છે. તાજેતરમાં જ મારુતિ સુઝુકીએ વેગન આરનું એક લિમિટેડ એડીશન 'વૉલ્ટ્ઝ એડિશન' લોન્ચ કર્યું છે. આ નવું મોડેલની કિંમત 5.65 લાખ રૂપિયા રાખી છે. આ સાથે સ્ટાડર્ડ મોડેલ કરતા પણ અમુક નવા ફીચર અને વિઝ્યુઅલ અપગ્રેડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વેગન આરના નવા મોડેલની ખાસિયત
ADVERTISEMENT
વેગન આર વૉલ્ટ્ઝ એડિશનમાં નવી ફીચર અને ડિઝાઇન બદલાવવામાં આવી છે. આમાં ફોગ લેમ્પ, ફોગ લેમ્પ માટે ક્રોમ ગાર્નિશ, વ્હીલ આર્ચ ક્લેડીંગ, બમ્પર પ્રોટેક્ટર, સાઇડ સ્કર્ટ, બોડી સાઇડ મોલ્ડિંગ, ડિઝાઇનર ફ્લોર મેટ્સ, ઇન્ટિરિયર સ્ટાઇલ કિટ અને ફ્રન્ટ ગ્રિલને ક્રોમ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. આ સિવાય આ એડિશનમાં 6.૨ ઇંચની ટચ સ્ક્રીન અને રીવર્સ પાર્કિંગ માટે કેમેરો પણ જોવા મળે છે.
મારુતિ વેગન આર સ્પેસીફીકેશન
મારુતિના આ વેરીયન્ટમાં બે એન્જિન વિકલ્પ આપવામાં આવશે. જેમાં એક 1.0 લીટર, 3- સિલેંડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, જે 67 HP અને 89 NM ટોર્ક જનરેટ કરે છે અને બીજું પાવરટ્રેન એન્જીન છે, જે 1.2-લીટર, 4- સિલેંડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જીન 90 HP અને 113NM ટોર્ક જનરેટ કરે છે. આ બંને એન્જીનમાં 5- સ્પીડ મેન્યુઅલ અને ઓપ્શનલ 5- સ્પીડ AMT ગેર બોક્સ આપવામાં આવ્યા છે. આ સિવાય 1.0 લીટર એન્જીનમાં CNGનો ઓપ્શન પણ મળે છે, જે 5- સ્પીડ મેન્યુઅલ ગેર બોક્સ સાથે આવે છે.
પાવર અને માઇલેજ
કંપનીએ 1.2 લિટર પેટ્રોલ અને 1.0 લિટર પેટ્રોલ એન્જિન બંને વિકલ્પો સાથે વૉલ્ટ્ઝ એડિશન લોન્ચ કર્યું છે. મોટું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. આ સિવાય આ કારને કંપની ફીટેડ CNG વેરિઅન્ટ પણ આવે છે. કંપનીનો દાવો છે કે પેટ્રોલ વેરિઅન્ટ 25.19 કિમી/લિટરની માઈલેજ આપે છે અને CNG વેરિઅન્ટ 33.48 કિમી/કિલોની માઈલેજ આપે છે.
વધુ વાંચો: ચોમાસામાં કારની સર્વિસ કરાવવી જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
વૉલ્ટ્ઝ એડિશનમાં કેટલીક નવી સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી છે. જેમ કે આ કાર હવે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) સાથે ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)થી ભરપુર છે. આ સિવાય અન્ય ફીચર્સ પહેલા જેવા જ છે. તેમાં ડ્યુઅલ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ લિમિટ એલર્ટ વગેરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.