માતૃભૂમિ માટે શહીદ પતિની વીરાંગના પત્ની, જ્યોતિ નૈનવાલ આજે આર્મીમાં જોડાઈ ગયા હતા.
શહીદની વીરાંગના પત્ની આર્મીમાં સામેલ
બે બાળકો છોડીને કરશે દેશ સેવા
વીડિયો સોશ્યલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ
શહીદની વીરાંગના ભારત માતાની રક્ષા માટે હથિયાર ઉપાડશે
ભારતની સૌથી મોટી તાકાત ભારતની વીર સેના છે, ભારતના જવાનો જેટલા બહાદુર આખા વિશ્વમાં કોઈની નથી અને આ જ તાકાત ભારતને મજબૂત દેશ બનાવે છે. ભારતના જવાનોનાં સાહસ પાછળ તેમની વીરાંગના માતા, બહેન અને પત્નીનો ફાળો રહેલો છે ત્યારે આવી જ એક વીરાંગના આજે ભારતીય સેનામાં ઓફિસર બન્યા છે અને આગામી સમયમાં હવે દેશની સેવા કરશે.
પરેડમાં આજે થયા પાસ આઉટ, બે બાળકો પણ હતા સાથે
ભારત માતાની રક્ષા કાજે શહીદ દિપક નૈનવાલનાં પત્ની જ્યોતિ હવે દેશની રક્ષા માટે આર્મીમાં ઓફિસર બન્યા છે. આજે જ્યોતિએ ચેન્નઈમાં આર્મી ઓફિસર્સ ટ્રેનિંગ અકેડેમીમાંથી પાસ આઉટ થયા અને આ ખાસ અવસર પર તેમના બે બાળકો પણ ત્યાં ઉપસ્થિત હતા.
#WATCH | Newly commissioned Indian Army Officer Jyoti Nainwal, mother of 2 children is the wife of Naik Deepak Nainwal, who died after being shot while serving our nation in Indian Army operations in J&K in 2018.
આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થયા હતા પતિ દિપક
નોંધનીય છે કે જ્યોતિનાં પતિ કાશ્મીરમાં આતંકવાદીઓની ત્રણ ગોળી વાગ્યા બાદ ઘાયલ થઈ ગયા હતા અને એક મહિના સુધી તેઓ મોત સામે લડતા રહ્યા. જોકે વર્ષ 2018માં 20મી મેનાં રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે તેમના પત્ની પણ હવે આર્મીમાં ઓફિસર બન્યા છે.