ગોચર /
મંગળ અને ગુરુની યુતિથી સર્જાવા જઇ રહ્યો છે વિશેષ યોગ, માત્ર 3 રાશિના જાતકોને થશે અનેક ફાયદા
Team VTV05:53 PM, 16 May 22
| Updated: 05:57 PM, 16 May 22
મંગળ ગ્રહનું થવા જઇ રહ્યું છે રાશિ પરિવર્તન, 17મેથી 29 જૂન સુધી અમુક રાશિના જાતકો માટે લાભદાયી
મંગળનો મીન રાશિમાં પ્રવેશ
17મેના રોજ કુંભમાંથી મીનમાં કરશે પ્રવેશ
માત્ર 3 રાશિના જાતકોને થશે ફાયદો
મંગળ ગ્રહ. આ ગ્રહને ભારે માનવામાં આવે છે. જેની કુંડલીમાં મંગળ હોય તેને કેટલાક કાર્યોમાં અડચણ પડે તેવું માનવામાં આવે છે. પરંતુ મંગળ હવે 17મેના દિવસે કુંભમાંથી મીન રાશિમાં જઇ રહ્યો છે. જે 27 જૂન સુધી મીન રાશિમાં જ રહેશે. ત્યારે મંગળનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થયુ છે. કારણ કે મીન રાશિનાં દેવ ગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ બિરાજમાન છે ત્યારે હવે મંગળનું આગમન થતા મંગળ અને ગુરુની યુતિથી એક વિશેષ યોગ સર્જાશે.
વૃષભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના અગિયારમા સ્થાનમાં મંગળનું સંક્રમણ થવાનું છે. દેવગુરુ બૃહસ્પતિ દેવ અહીં પહેલેથી જ બિરાજમાન છે. તેથી આ રાશિના જાતકો માટે આ સંક્રમણ લાભદાયી રહેશે. આવકના વિવિધ સ્ત્રોત બનશે, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને ભવિષ્યની યોજનાઓથી લાભ પ્રાપ્ત થશે. વેપારીઓને મહેનતનું શુભ ફળ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પેટની સમસ્યા થઈ શકે છે.
મિથુન
મિથુન રાશિના લોકો માટે પણ આ સંક્રમણ શુભ રહેશે. મંગળ તેમના દસમા ભાગમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે અને ગુરુ અહીં પહેલેથી જ હાજર છે. આ કારણથી અહીં મંગલ ગુરુ યોગની રચના થઈ રહી છે. જે આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન કાર્યક્ષેત્રમાં માન અને વર્ચસ્વમાં વધારો થશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જમીન, મકાન વગેરે ખરીદવાની સંભાવના છે. આ દરમિયાન ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો. ગુસ્સાને કાબૂમાં રાખો.
કર્ક
આ રાશિના લોકો માટે તે વિશેષ ફળદાયી સાબિત થશે. આ દરમિયાન તમે માનસિક શાંતિ અનુભવશો. નોકરી અને વ્યવસાયમાં પ્રભુત્વ રહેશે.આ સમયગાળો ઉર્જાવાન રહેશે. વધુ પ્રયત્નો કરશે, જેનું પરિણામ સકારાત્મક સાબિત થશે. આ દરમિયાન તમારે વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.