બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mars Transit in Scorpio on 25th december 2019 prediction know your Rashifal

રાશિફળ / મંગળનું સૌથી મોટું રાશિ પરિવર્તન, આ રાશિ જાતકોને જલસા પરંતુ આ લોકો રહે સચેત

Bhushita

Last Updated: 02:04 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળ ગ્રહ 25 ડિસેમ્બમર 2019ના રોજ પોતાની સ્વરાશિ વૃશ્વિકમાં ગોચર કરશે. ક્રોધ અને સાહસનો કારક આ ગ્રહ 08 ફેબ્રુઆરી 2020 સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષમાં મંગળને એક ક્રૂર ગ્રહ કહેવામાં આવ્યો છે. આ વ્યક્તિના વૈવાહિક જીવનને પ્રભાવિત કરે છે. મંગળનો આ ગોચરની પ્રભાવી અસર 12 રાશિઓ પર શુભાશુભ રહેશે.

મેષ

આ રાશિના લોકોને માટે મંગળ ગ્રહનું ગોચર અશુભ પરિણામકારી હોઈ શકે છે. આ સમયે તમે દુર્ઘટનાનો શિકાર બની શકો છો. વાહન ચલાવતા સાવધાની રાખો તે જરૂરી છે. 

વૃષભ

મંગળનું ગોચરથી વૃષભ રાશિના જાતકોને માટે વૈવાહિક જીવન પ્રભાવિત થશે. જીવનસાથીના સંબંધો બગડવાની સંભાવના છે. આ માટે થોડા ધ્યાનથી ચાલો.

મિથુન

મંગળનું ગોચર તમારા માટે શુભ રહેશે. તમે તમારા શત્રુઓ પર હાવી રહેશે અને સાથે કંપીટીશન પરીક્ષાઓમાં સફળતા મળશે. આ સમયે તમારી હેલ્થ પણ સારી રહેશે.

કર્ક

તમારા સંતાનના જીવનને લઈને તમે ચિંતિત રહેશો. પ્રેમ જીવનમાં લવ પાર્ટનરની સાથે મનદુઃખ થવાની સંભાવના રહેશે.

સિંહ

આ સમયે તમારા સુખમાં ઉણપ આવી શકે છે. માતાની હેલ્થ નાજુક રહેશે. આ સાથે તેમની હેલ્થનું ધ્યાન રાખો તે જરૂરી છે. 

કન્યા

આ સમયે તમારા સાહસમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ વધશે અને તમે અન્યની સામે ડર્યા વિના તમારી વાત કરી શકશો. 

તુલા

તમારી વાણીમાં કઠોરતા જોવા મળી શકે છે. તમે ક્રોધમાં આવીને કોઈ ખોટાને સારું કહી શકો છો. આ માટે તમે વાણી પર સંયમ રાખો તે જરૂરી છે. 

વૃશ્વિક

મંગળના પ્રભાવથી તમારી અંદર ક્રોધનું પ્રમાણ વધી શકે છે. પરંતુ કોઈ ક્ષેત્રમાં તમને સફળ પરિણામ મળશે. તમે ઉર્જાવાન રહેશો.

ધન

આ સમયે તમારા ખર્ચામાં વૃદ્ધિ થશે અને સાથે તમારું ધન પણ ખર્ચ થશે. બેંક ખાતાનું ધન ખર્ચ થઈ શકે છે. નાણાંકીય બાબતોમાં સંભાળીને ચાલો તે જરૂરી છે. 

મકર

તમારી આવક વધશે, પોતાના કાર્યક્ષેત્રમાં પણ તમારું સારું પ્રદર્શન દેખાશે. બોસ અને સહકર્મીઓની સાથે સારા સંબંધો બનશે.

કુંભ

કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા વધશે. તમારા સીનિયર તમારા કાર્યથી ખુશ રહેશે. કામના સ્થળે તમારે તમારા વિરોધીઓથી બચવાનું રહેશે.

મીન

તમારા ભાગ્યને બદલે તમારી મહેનત પર ભરોસો કરવાનો રહેશે. આ સમયે તમે નિર્ણય લેવામાં અસહજતા અનુભવશો. આ સંબંધમાં અનુભવી લોકોની સલાહ લેવાનું સારું રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

25th december 2019 Mars Prediction Rashifal Scorpio મંગળનું રાશિ પરિવર્તન રાશિ ભવિષ્ય રાશિફળ Rashi Bhavishya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ