બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Mars Transit 2023 mangal gochar formed daridra yog Effect and impact on aries to pisces
Mahadev Dave
Last Updated: 11:09 PM, 11 May 2023
ADVERTISEMENT
મંગળના કર્ક રાશિમાં ગોચર થતાની સાથે જ શાસ્ત્ર મુજબ દરિદ્ર યોગ બનવા જઇ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં દરિદ્ર યોગને અશુભ માનવામાં આવે છે. મંગળ આગામી 52 દિવસ કર્ક રાશિમાં રહેશે. પરિણામે દરિદ્ર યોગની 52 દિવસ સુધી અસર જોવા મળશે આ સમયગાળા દરમિયાન ઘણી રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે તો કેટલીક રાશીના જાતકો માટે આ યોગ નબળો અને કષ્ટદાયક સાબિત થશે.
ADVERTISEMENT
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન સમજી વિચારીને નિર્ણય લેવા પડશે. વધુમાં માનસિક રૂપથી અશાંતિનો સામનો કરવો પડે છે. ઉપરાંત માતા-પિતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ સલાહ અપાઈ રહી છે. વધુમાં પરિવારમાં વાળ વિવાદની પણ વકી જોવા મળી રહી છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને કાર્ય સ્થળ પર ભોગવવી પડતી પરેશાની દૂર થઈ શકે છે. પરંતુ સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જરૂરી છે સાથે સાથે રક્ત અને ત્વચા સંબંધી કોઈ બીમારી થાય તેવા પણ ભણકારા વાગી રહ્યા છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ પડકારજનક રહેશે. વાણી વર્તન પણ સંપૂર્ણ નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે. સાથે સાથે બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારવું જોઈએ. તેમજ ખર્ચ પણ વધી શકે છે. ઉપરાંત નોકરી પણ એકાએક બદલવાની નોબત આવી શકે અને દુશ્મન હાવી થાય તેવા જોખમ પણ છે.
કર્ક રાશિ
કર્ક રાશીના જાતકોને આ સમયગાળામાં પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહે છે. વાદવિવાદ વધે ઉપરાંત સરકારી નોકરીની તલાશમાં રહેલા લોકોને નોકરી મળવાની પણ પ્રબળ શક્યતાઓ રહેલી છે. તથા કોઈપણ મોટી ડીલ માટે આ સમયગાળો ઉત્તમ છે છતાં પણ સ્વાસ્થ્ય માટે સજાગ રહેવાની જરૂરિયાત છે.
સિંહ રાશિ
સિંહ રાશીના જાતકોને દરિદ્ર યોગ દરમિયાન દુઃખદ સમાચાર મળી શકે છે. આ દરમિયાન વધુ લેતી દેતી ન કરવી જોઈએ તેમજ વધુ ઉધાર પૈસા પણ ન આપવા જોઈએ. સાથે સાથે કામકાજમાં ધીરજ રાખવી જોઈએ અને રૂપિયો વિચારી અને ખર્ચ કરવો જોઈએ. અંગત શત્રુથી સાવધાન પણ રહેવું જોઈએ.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે આ યોગમાં પ્રેમ સંબંધમાં ઉદાસીનતા રહે તથા સંતાન સંબંધી ચિંતા ઉપાધિ કરાવી શકે છે. તેમજ નવદંપતીઓ માટે સંતાનપ્રાપ્તિનો યોગ બને તેવુ જણાઈ રહ્યું છે. તો ભાઈ બહેનના પ્રેમ પણ બગડવાની શક્યતા જોવા મળી રહી છે. આવકમાં વૃદ્ધિના સંજોગો દર્શાવી રહ્યા છે.
તુલા રાશિ
તુલા રાશિ વાળા લોકોને વેપાર માટે આ યોગ ખૂબ લાભદાયી નીવડશે. તેના કાર્યક્ષેત્રમાં વધારો થશે સાથે સાથે જમીન જાયદાદ સંબંધી વાદવિવાદ દૂર થઈ શકે છે અને શાસન સત્તામાં પર પૂરેપૂરો સહકાર મળશે.
વૃષીક રાશિ
વૃષીક રાશિના લોકો માટે લાભદાયી નીવડશે. પરંતુ ધર્મ અને આધ્યાત્મિક બાબતેમાં રુચિમાં ઘટાડો થશે. આ ગોચર વેળાએ સમાજમાં માનમાં વધારો થશે. તો ચૂંટણી સંબંધીત નિર્ણયમાં પણ સફળતા જોવા મળશે. ઉપરાંત પરાક્રમથી કપરી પરિસ્થિતી પણ આસાનીથી વિજય પ્રાપ્ત કરી શકાશે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકોને આર્થિક મામલે કટોકટી ભોગવવાનો વારો આવશે. તેમજ સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન કોઈને પૈસા ઉધાર ન આપવા મામલે સલાહ આપવામાં આવી છે. તેમજ સમજી વિચારી અને નિર્ણય અને વાતચીત કરવી જોઈએ.
મકર રાશિ
મકર રાશિના લોકોને દરિદ્રયોગમાં કોઈપણ પ્રકારનો લાભ થશે નહીં. ઉલ્ટાની સાવધાની રાખવી જોઈએ. ઉપરાંત આર્થિક સ્થિતિ પર પ્રતિકૂળ પ્રભાવ જોવા મળશે. તો લગ્નજીવન દરમ્યાન તણાવ ભરી સ્થિતિ પણ અનુભવાશે અને સામાજિક જીવનમાં જવાબદારી નિભાવવા તૈયાર રહેવા પણ જણાવ્યું છે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોની સ્થિતિ ઉતાર ચઢાવ જોવા મળશે. કાર્ય અને વેપારમાં વિકાસ થશે પરંતુ યાત્રા મુશ્કેલી ભરી જોવા મળશે. તો વેપારમાં સારી એવી ઉન્નતી થશે. કોર્ટના આદેશ તમારા પક્ષમાં આવી શકે છે અને સ્વાસ્થ્યમાં લાપરવા ન રહેવા સૂચના અપાય છે. જો વિઝા માટે આવેદનપત્ર આપવાનો વિચાર હોય તો આ શ્રેષ્ઠ સમય છે. હોય તો તેમાં આ
મીન રાશિ
મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે તો અભ્યાસમાં અરુચીને લઈને પરેશાની ઉભી થઈ શકે છે. આથી સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ સંતાન સંબંધી ચિંતા પરેશાન કરી શકે છે અને પરિવારમાં વડીલ સદસ્યો તથા ભાઈઓનો સહયોગ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.