રાહુ ગ્રહ પહેલેથી જ તુલા રાશિમાં છે. જેના કારણે તુલા રાશિમાં મંગળ અને કેતુની યુતિ બનશે. કેતુ 30 ઓક્ટોબર 2023 સુધી તુલા રાશિમાં જ રહેશે.
ગ્રહો નિશ્ચિત સમયે ગોચર કરે છે
રાહુ ગ્રહ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન
આ રાશિના જાતકોને ફળી જશે મંગળ
ગ્રહો નિશ્ચિત સમયે ગોચર કરે છે. કેતુ દોઢ વર્ષે ગોચર કરે છે અને મંગળ 2 મહિને ગોચર કરે છે. મંગળ ગ્રહ 3 ઓક્ટોબર 2023ના રોજ ગોચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. રાહુ ગ્રહ પહેલેથી જ તુલા રાશિમાં છે. જેના કારણે તુલા રાશિમાં મંગળ અને કેતુની યુતિ બનશે. કેતુ 30 ઓક્ટોબર 2023 સુધી તુલા રાશિમાં જ રહેશે. જેથી 3 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી મંગળ અને કેતુની યુતિના કારણે 12 રાશિના જાતકો પર અસર થશે. આ યુતિના કારણે 3 રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે અને સારા દિવસો શરૂ થશે. કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ રાશિના જાતકો પર રહેશે મંગળની કૃપા કન્યા- આ રાશિના જાતકોને મંગળ અને કેતુની યુતિથી નાણાંકીય લાભ થશે. આ રાશિના જાતકોને આકસ્મિક નાણાં મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. તણાવ દૂર થશે અને રોકાણથી લાભ થશે. જે પણ ધન ફસાયેલ છે, તેનાથી રાહત મળશે. આર્ટ, મીડિયા, એક્ટિંગ, સિંગિંગ અને માર્કેટીંગ સાથે જોડાયેલા લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે.
સિંહ- આ રાશિના જાતકો માટે મંગળ અને કેતુની યુતિ શુભ સાબિત થશે. આ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કરિઅરમાં પ્રગતિ થશે. બિઝનેસ સારો ચાલશે. વિદેશથી લાભ થશે. નાણાંકી લાભનો પ્રબળ યોગ જોવા મળી રહ્યો છે. વાતચીત કરવાની શૈલીમાં સુધારો થતા લાભ થશે અને નવી તક મળશે. આવકમાં વધારો થશે. રાજનીતિ ક્ષેત્રે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
મકર- આ રાશિના જાતકોને મંગળ અને કેતુની યુતિથી લાભ થશે. કરિઅરમાં પ્રગતિ થશે. રોજગારના સાધનમાં વૃદ્ધિ થશે. નોકરિયાત વર્ગને પદ, રૂપિયો અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. નોકરી બદલવાની યોજના સફળ થશે. વેપારીઓને સારા ઓર્ડર મળી શકે છે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદી શકો છો.