બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Mars is transiting in Gemini, the luck of these 4 signs will unfold there will be benefits

મંગળનું ગોચર / મિથુન રાશિમાં મંગળનું થવા થઈ રહ્યું છે ગોચર, આ 4 રાશિનું ઉઘડી જશે નસીબ, થશે લાભ જ લાભ

Manisha Jogi

Last Updated: 07:01 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળનું મિથુન રાશિમાં ગોચર થવાથી તમામ રાશિના જાતકોને થશે લાભ. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે, તો સાહસમાં વૃદ્ધિ થશે.

  • 13 માર્ચે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે.
  • તમામ રાશિના જાતકોને થશે ફાયદો.
  • સંપત્તિ ક્ષેત્રે લાભ થવાની સંભાવના છે. 

13 માર્ચના રોજ મંગળ સવારે 05:35 વાગ્યે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. મંગળ અને બુધમાં શત્રુતા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહોનો સેનાપતિ છે અને જમીન, ઘર તથા સંબંધ માટે કારગ્રહ માનવામાં આવે છે. મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો અન્ય રાશિ પર તેની શું અસર થશે, તે અંગે જ્યોતિર્વિદ રાખી મિશ્રાએ વિગતવાર જાણકારી આપી છે.

મેષ 

મંગળ મેષ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. તમારા સાહસમાં વૃદ્ધિ થશે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકો છો. નાના ભાઈ બહેનથી અલગ થઈ શકો છો. સંપત્તિ ક્ષેત્રે સંકળાયેલા લોકોને લાભ થવાની સંભાવના છે. 

વૃષભ

મંગળ વૃષભ રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. વાણી પર સંયમ રાખો જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. પૈતૃક સંપત્તિ બાબતે વિવાદ થઈ શકે છે અને માનસિક તણાવનો સામનો કરવો પડશે. 

મિથુન

મંગળ મિથુન રાશિના લગ્નભાવમાં ગોચર કરશે. આ રાશિના જાતકોએ ઝઘડાથી સાવધાન રહેવું પડશે. કોઈપણ પ્રકારની ભાગીદારી ના કરશો. જમીન અથવા ઘર ખરીદવાથી નુકસાન થઈ શકે છે. 

કર્ક

કર્ક રાશિના બારમાં ભાવમાં મંગળ ગોચર કરશે, જે આ રાશિના જાતકો માટે શુભ નથી. ખર્ચામાં વધારો થઈ શકે છે અને દોડાદોડી પણ થઈ શકે છે. આરોગ્યનું ધ્યાન રાકો અને પૈસાની લેવડ દેવડ કરતા સમયે સાવધાન રહો. 

સિંહ

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર શુભ છે. જે પણ કાર્ય અટકેલા છે, તે તમામ કાર્ય આ ગોચરથી પૂર્ણ થઈ જશે. લવ રિલેશનશીપમાં તણાવ આવી શકે છે. વિદેશમાં શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે શુભ સમય છે. 

કન્યા

કન્યા રાશિના દસમાં ભાવમાં આ ગોચર થશે, જે આ રાશિના જાતકો માટે શુભ છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ જશે. સમાજમાં માન સમ્માનમાં વધારો થશે. નોકરીમાં સારી તક મળશે. શબ્દો પર નિયંત્રણ રાખો. 

તુલા

આ ગોચરના કારણે તુલા રાશિના જાતકોના જીવનમાં ઉતાર ચઢાવ આવશે. કાર્યોમાં અડચણ આવી શકે છે. અજાણ્યા લોકોનું સમર્થન પ્રાપ્ત થશે. ઉચ્ચ શિક્ષા માટે સારો સમય રહેશે.

વૃશ્વિક

વૃશ્વિક રાશિના અષ્ટમ ભાવમાં આ ગોચર થશે. આ રાશિના જાતકોએ આરોગ્યનું ધ્યાન રાખવું પડશે અને યાત્રા કરતા સમયે સાવધાન રહેવું. ઠગબાજોથી સાવચેત રહો. કાર્યક્ષેત્રે સમજી વિચારીને નિર્ણય લો. 

ધન

ધન રાશિના સપ્તમ ભાવમાં આ ગોચર થશે. દાંપત્ય જીવનમાં મનભેદ થઈ શકે છે. કોઈ પણ પ્રકારના બિઝનેસની શરૂઆત ના કરશો, સમજી વિચારીને નિર્ણય લો. આગામી 45 દિવસ સુધી કોઈપણ ખોટો નિર્ણય ના લેશો.

મકર

મકર રાશિના જાતકો માટે આ ગોચર શુભ સાબિત થશે. તમારા આરોગ્યમાં સુધારો થશે. જે કાર્યો માટે ભાગદોડ કરો છો, તેમાં સફળતા મળશે. ખર્ચામાં વધારો થઈ શકે છે, પરંતુ આ ખર્ચ યોગ્ય જગ્યાએ જ કરવામાં આવશે. સંબંધોમાં સુધારો થશે. 

કુંભ 

કુંભ રાશિના પાંચમાં ભાવમાં ગોચર થશે. આ રાશિના જાતકોએ અનેક પ્રકારના પડકારનો સામનો કરવો પડશે. પ્રેમ સંબંધમાં પરેશાની આવી શકે છે. નવી વ્યક્તિઓ સાથે મળવાથી ફાયદો થશે, પરંતુ શબ્દો પર નિયંત્રણ રાખો. 

મીન

મીન રાશિના ચતુર્થ ભાવમાં આ ગોચર થશે. આ સમયે પારિવારિક કલેશ થવાની સંભાવના છે. માનસિક તણાવ રહેશે અને મન અશાંત રહેશે. માતાના આરોગ્યનું ધ્યાન રાખો. ઉતાવળમાં કોઈપણ પ્રકારનો નિર્ણય ના લેશો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Mangal Gochar Rashi parivartan mithun rashi gochar Rashi parivartan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ